મંગેતરને મેસેજ કર્યો કે તું બેવકુફ છે, ભરવો પડ્યો 4 લાખનો દંડ અને….

ક્યારેક ક્યારેક ગમે તેવા મેસેજ કરવા ભારે પડી જતા હોય છે. એવી જ રીતે ભારે પડ્યું છે આ યુવકને. દુબઈમાં એક શખ્સે એની મંગેતરને ખાલી એટલો જ મેસેજ કર્યો હતો કે તું બેવકુફ છે. અને જેલની સજા ફટકારવામાં આવી અને 4 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો.

Khaleej Timesની ખબર અનુસાર એક શખ્સે એની મંગેતરને મજાક મજાકમાં બેવકુફ કઈ દીધુ. અને તરત જ એની મંગેતરના તો નસીબ ખુલી ગયાં. આ શબ્દ મંગેતરને અપમાનજનક લાગ્યો અને એણે પોલિસને ફરિયાદ કરી દીધી. અને પોલિસે શખ્સને 60 દિવસની જેલની સજા ફટકારી. અને 4 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો.

ઉલ્લેખનીય છે કે આવી ઘટના પહેલી વખત નથી પણ આવું કેટલીય વખત બની ગયું છે અને દેશની સરકારે આવા લોકોને સજા પણ આપી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter