GSTV
India News Trending

કોર્ટની કાર્યવાહીમાંથી ગાયબ / સરકાર સાથે રાણા દંપતીનું વલણ બદલાયું!, કોર્ટે આપ્યો ઠપકો

મહારાષ્ટ્રમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસે આ દંપતીના જામીન રદ કરવા કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ બંને નેતાઓ કોર્ટની કાર્યવાહીમાંથી ગાયબ છે. ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથ)એ 1 જુલાઈના રોજ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી.રાણા દંપતીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી હતી. આ પછી ઘણો હોબાળો થયો અને તેની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસની આ અરજી માટે વિશેષ કોર્ટે રાણા દંપતીને ફટકાર લગાવી છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદીપ ઘરતે કહ્યું કે જ્યારથી નવી સરકાર આવી છે ત્યારથી દંપતી કે તેમના વકીલો કોર્ટમાં આવ્યા નથી. તેમણે કહ્યું કે કાયદાકીય પ્રક્રિયાને હળવાશથી લેવામાં આવી રહી છે. રાણા દંપતીએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી હતી. આ પછી ઘણો હોબાળો થયો અને તેની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો. બાદમાં તેને જામીન મળી ગયા હતા. દંપતી વતી કોર્ટમાં હાજર રહેલા શબ્બીર શોરાએ કાર્યવાહીમાં હાજર રહેવા માટે સમય વધારવાની માંગ કરી છે.

હાલમાં મામલાની સુનાવણી 11 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અગાઉ આ કપલ 20 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતાં. મહારાષ્ટ્રમાં મંત્રી પરિષદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં મીડિયા રિપોર્ટ્સમાં કેટલાક સંભવિત મંત્રીઓના નામ પણ સામે આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અપક્ષ ધારાસભ્યોમાંથી એક રાણા અને બચ્ચુ કડુને મહારાષ્ટ્ર સરકારમાં સ્થાન મળી શકે છે.

Read Also

Related posts

લમ્પી વાયરસનો કહેર/ ગૌમાતાના ટપોટપ મોતથી દુખી આ ધારાસભ્ય ભગવાનના શરણે, રાખી 55 કિમી પગપાળા યાત્રાની બાધા

Bansari Gohel

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda
GSTV