GSTV
Home » News » જેની કમી હતી તે ફીચર સાથે હવે આવશે નવું Bajaj Pulsar

જેની કમી હતી તે ફીચર સાથે હવે આવશે નવું Bajaj Pulsar

ભારતનું પોપ્યુલર બાઈક બજાજ પલ્સરનું વધુ એક નવું વર્ઝન માર્કેટમાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બજાજ ઓટો પલ્સરના 160 સીસી મોડલ પલ્સર NS 160 ABS સાથે લોન્ચ કરશે. 2019 બજાજ પલ્સર NS 160 બાઈકને ઓક્ટોબર 2018માં લોન્ચ કરવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે, બજાજ પલ્સર NS 160માં સિંગલ ચેનલ ABS સ્ટાન્ડર્ડ ફીચર તરીકે આપવામાં આવશે. આની ડિઝાઈન જૂના મોડલ જેવી જ રાખવામાં આવી શકે છે. જો કે કેટલાક કોસ્મેટિક ફેરફારો જોવા મળશે, જેમાં નવા રંગ અને ગ્રાફિક્સ સામેલ છે. આ મોટરસાઈકલનું એન્જિન 160.3 CCનું જ રહેશે. બજાજ ઓટો આ નવા મોડલમાં LED ડેટાઈમ રનિંગ લાઈટ આપી શકે છે. જેના કારણે બાઈકની માર્કેટ અપીલ વધાની આશા છે.

Bajaj Pulsar NS 160ની સ્પર્ધા ભારતીય બજારમાં TVS Apache RTR 160 4V, Suzuki Gixxer, Yamaha FZ-S અને Honda CB Hornet 160R વગેરે બાઈક સાથે રહેશે. આ બાઈકમાં 17 ઈંચ અલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

બિકીની ફેઅરિંગ અને સ્લીક ટેલ સેક્શનવાળા આ બાઈકમાં અંડર બેલી એગ્ઝોસ્ટ સિસ્ટમ છે. Bajaj Pulsar NS 160ની નવી દિલ્હીના એક્સ-શો રૂમમાં કિંમત 82,624 રૂપિયા છે. સિંગલ ચેનલ ABS ઉમેરાતાં બાઈકની કિંમત વધીને 95,000 થઈ શકે છે.

Related posts

Apple આવતા વર્ષે લોન્ચ કરશે સસ્તો ફોન, iphone-8 જેવી હશે ડિઝાઈન

pratik shah

Vodafone વપરાશકર્તા આંનદો, 399 રૂપિયાનાં પ્લાનમાં મળશે આ ફાયદો

pratik shah

Dish TVએ શરૂ કરી દિવાળી ઓફર્સ, માત્ર થોડા જ પૈસા ભરો અને 260થી વધારે ચેનલનો ઉઠાવી શકશો લાભ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!