GSTV

બેંકિંગ કૌભાંડોથી થાપણદારોમાં ખળભળાટ : PMC બેંકમાં ખાતેદારોના રૂ.12,000 કરોડ અટવાયા

Last Updated on September 25, 2019 by Mayur

દેશમાં અવિરત થઈ રહેલા બેંકિંગ કૌભાંડોના પર્દાફાશથી દેશભરના થાપણદારોમાં ખળભળાટ મચી ગયો છે. સહકારી બેંકોના માળખા પરનો ભરોસો ઉઠવા લાગ્યો છે. દેશમાં વધુ એક બેંકિંગ કૌભાંડનો ભોગ થાપણદારો-ખાતેદારો બન્યા છે. 8 રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકમાં થાપણદારોની રૂ.12,000 કરોડ જેટલી થાપણો અટવાઈ ગઈ છે. 

મુંબઈસ્થિત હેડક્વાર્ટર ધરાવતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી)માં કથિત ગેરરીતિઓ પકડાતા આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એકટ 1949ની કલમ 35એ હેઠળ બેંક પર અંકુશ મૂકવાનું જાહેર કર્યું છે.

બેંકના કોઈપણ થાપણદારો, ખાતેદારો દ્વારા હવે રૂ.1000થી વધુ ઉપાડ નહીં કરવાનું ફરમાન જારી કરાયું છે. દશેરા-દિવાળીના તહેવારો નજીક આવ્યા છે, ત્યારે ખાતેદારોની મહામૂલી મૂડી અટવાઈ જતાં આજે બેંકોની શાખાઓમાં ભારે રોક્કળ તથા ગુસ્સો જોવા મળ્યો હતો.

રિઝર્વ બેન્કના આ નિર્દેશથી ખાતેદારો તથા બેન્કિંગ ક્ષેત્રમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ હતી. વાયુવેગે માહિતી ફેલાતા ગભરાયેલા ખાતેદારો આજે સવારે બેન્કમાં ધસી ગયાનું જોવા મળ્યું હતું. હજારો ખાતેદારો સવારે પીએમસી બેન્કની ભાંડૂપ સ્થિત હેડ ઓફિસ તથા શહેરમાં આવેલી તેની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. 

માર્ચ 2019ના અંતે બેન્કનો  બિઝનેસ રૂપિયા 20,000 કરોડ રહ્યો હતો જેમાં રૂ.11617 કરોડની થાપણો હતી જ્યારે રૂ.8383 કરોડની લોન્સનો સમાવેશ થતો હતો. બેન્કના ખાતેદારોને તેમના ખાતામાંથી ખાતા કે થાપણ દીઠ માત્ર રૂ.1000 ઉપાડવા દેવાશે, પછી સેવિંગ ખાતું હોય કરન્ટ એકાઉન્ટ હોય કે પછી અન્ય ડિપોઝિટ ખાતું હોય દરેકમાં આ નિયમ લાગુ થશે એમ રિઝર્વ બેન્કે જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કની મંજુરી વગર બેન્ક કોઈ  ઈન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે કે પછી લોન મંજુર નહીં કરી શકે અથવા રિન્યુ નહીં કરી શકે. 23 સપ્ટેમ્બર 2019ના કામકાજ બંધ થવાના સમયથી 6 મહિના સુધી આ નિર્દેશ લાગુ રહેશે, એમ રિઝર્વ બેન્ક દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. 

હાથ ધરાયેલી ચકાસણી દરમિયાન રિઝર્વ બેન્કને લોન્સની ફાળવણીમાં કેટલીક ક્ષતિઓ જણાઈ હોવાનું કહેવાય છે. આ મામલો ઉકેલવા બેન્ક દ્વારા પ્રયાસો થયા હોવાનું પરંતુ એમાં નિષ્ફળતાના કારણે આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હોવાનું  અને રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને નિયમનકારી મર્યાદાઓ હેઠળ મૂકવાનો નિર્ણય આખરે લેવાયો હતો. 

 બેન્કના એમડી જોય થોમસે જણાવ્યું હતું કે આ ગેરરીતિ-ઉલ્લંઘન માટે સંપૂર્ણ જવાબદારી પોતે સ્વિકારતાં હોવાનું જણાવી અનેન રિઝર્વ બેન્કની નજરમાં આવેલી ગેરરીતિઓને કારણે આ નિયમનકારી પગલાં આવી પડયા છે. ‘બેન્કના એમડી તરીકે હું  સંપૂર્ણ જવાબદારી લઉં છું અને દરેક થાપણદારોને  ખાતરી આપું છું કે, આ અનિયમિતતાઓ 6 મહિનાની મુદત પૂરી થવા પહેલા સુધારી લેવામાં  આવશે.’

માર્ચ 2019ના અંતે બેન્કની ગ્રોસ એનપીએ 3.76 ટકા હતી અને નેટ એનપીએ 2.19 ટકા હતી. નવી દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત બેન્કની કુલ 137 શાખાઓ છે. 

પીએમસી પર આરબીઆઈએ મૂકેલા નિયંત્રણો

  • * બેંકમાં ખાતું ધરાવતા ખાતાધારક તેમના ખાતામાંથી માત્ર એક હજાર રૂપિયા જ ઉઠાવી શકશે.
  • * ધી  પંજાબ એન્ડ મહારાષ્ટ્રા કો.કોઓપરેટીવ બેંક આરબીઆઇની મંજુરી  વિના નવી લોન આપી શકશે નહીં.તે ઉપરાંત બેંક કોઇ  લોન રીન્યું પણ કરી શકશે નહીં.તે જ રીતે  બેંક કોઇ પણ  પ્રકારનું મુડી રોકાણ પણ કરી શકશે નહીં.
  • * બેંક આરબીઆઇની પરવાનગી વિના નવું ફંડ અને ડિપોઝીટ પણ સ્વિકારી શકશે નહીં,ંકે લાયાબિલિટીનું ચુકવણું પણ નહીં કરે.
  • * આરબીઆઇનાં પીએમસી બેંક માટેનાં આ નિર્દેશ અન્ય રાજ્યોમાં પણ લાગું પડશે પરંતું તે સુચનોનો મતલબ બેંકિંગ લાયસન્સ રદ્દ થયું એમ નથી.
  • * આ નિયામકી નિયંત્રણો આગામી છ મહિના સુંધી લાગું રહેશે.
  • * જો કોઇ ખાતાધારકે બેંક પાસેથી કોઇ લોન લીધી હોય તો તે લોનની રકમ તેની બેંકમાં જમાં મુડીમાંથી કાપીને પાછી આપવામાં આવશે.
  • * બેક હાલની ટર્મ ડિપોઝીટને મેચ્યુરીટી બાદ એજ નામે અને રકમની રીન્યું કરી શકશે.
  • * આરબીઆઇ બેંકને ફક્ત સરકારી સિક્યુરીટી તથા એસએલઆરની મંજુરી ધરાવતા સોનામાં રોકાણની મંજુરી આપે છે.

તોતિંગ કૌભાંડની શેરબજાર પર લેશ માત્ર અસર નહીં

દેશની ટોચની 10 કો-ઓપરેટીવ બેંકોમાં સામેલ અને આઠ રાજ્યોમાં હાજરી ધરાવતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકમાં કથિત ગેરરીતિઓ પકડાતા રિઝર્વ બેંક દ્વારા કલમ 35એ હેઠળ તેના પર અંકુશો લદાતા નાના અને મધ્યમવર્ગના લોકોના કરોડો રૂપિયા સલવાઈ ગયા હોવા છતાં તેની શેરબજાર પર લેશમાત્ર અસર જોવાઈ નહતી.

સામાન્ય સંજોગોમાં બેંક, કંપની અથવા તો અન્ય કોઈ ગતિવિધી પાછળ શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવાતી હોય છે. પરંતુ, આજે નાના-મધ્યમ લોકોના રૂા. 12000 કરોડ ફસાઈ ગયા હોવા છતાંય શેરબજારના પેટનું પાણી પણ હલ્યું નહતું.

બજાર સાથે સંકળાયેલ અભ્યાસીઓના જણાવ્યા મુજબ આ બેંક કો-ઓપરેટીવ અને અન્ય બેંકોની તુલનાએ ઘણી નાની હોવાથી તેમજ તેની સાથે ખાસ કોઈ મોટા માથા સંકળાયેલ ન હોવાના કારણે આ અહેવાલની બજાર પર કોઈ અસર જોવાઈ નથી.

દિવાન હાઉસિંગ સહિત અન્ય ફાઈનાન્સ કંપનીના કોમન ડિરેકટરે બેંકને સંકટમાં ધકેલી?

પીએમસી બેંક પણ દેશમાં તાજેતરના ભૂતકાળમાં સર્જાયેલી એનબીએફસીઝ-નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓની કટોકટીનો ભોગ બની હોવાનું કહેવાય છે. બેંક દ્વારા ફાઈનાન્સ કંપનીને અપાયેલા ધિરાણ-એક્સપોઝરમાં ગેરરીતિ-ઉલ્લંઘનના કારણે બેંક સંકટમાં ધકેલાઈ ગઈ હોવાની બેંકિંગ વર્તુળોમાં આ મામલે ચર્ચા હતી.

બેંકને સંકટમાં ધકેલવા પાછળ આ બેંકના કોમન ડિરેકટરની ભૂમિકા હોવાનું જાણવા મળે છે. 

આ બેંકના એક ડિરેકટર જે ડીએચએફએલ અને એચડીઆઈએલ તેમ જ અન્ય એક ખાનગી ફાઈનાન્સ કંપનીના ડિરેકટરે આ બેંકના કૌભાંડમાં પ્રમુખ ભુમિકા ભજવી હોવાનું કહેવાય છે. બેંકના આ કોમન ડિરેકટર-સહયોગી કે જે પોતાની આ ફાઈનાન્સ કંપનીમાં હિત ધરાવતી કંપનીને લોનો-એક્સપોઝર આપીને બેંકિંગ કાયદાનું ઉલ્લંઘન કરતાં રિઝર્વ બેંક દ્વારા આ પગલાં લેવાયા હોવાનું બેંકિંગ ક્ષેત્રના વર્તુળોનું માનવું છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!