GSTV
Home » News » બચશે નહીં #me tooના આરોપીઓ, સરકારે લીધો આ નિર્ણય : હવે જો નામ આવ્યું તો સમજો ગયા

બચશે નહીં #me tooના આરોપીઓ, સરકારે લીધો આ નિર્ણય : હવે જો નામ આવ્યું તો સમજો ગયા

#metoo જેવું લેબલ આજ-કાલ ખૂબ ચર્ચાનો વિષય છે. કેટલીય મહિલાઓએ પોતાના પર થયેલા અત્યાચારોનું ઓપનમાં વર્ણન પણ કર્યું છે. મીટુ અભિયાન હેઠળ ઘણા લોકોનાં ફસાયા પછી હવે મોદી સરકારે કાર્યવાહી કરી છે. આવા કિસ્સાઓને ગંભીરતાથી લઈને મોદી સરકારે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (જીએમએમ) ની રચના કરી છે. આ સમિતિના જીમ્મા ગૃહમંત્રી તરીકે રાજનાથ સિંહને રાખવામાં આવેલ છે. રાજનાથ સિંહ સિવાય મેનાકા ગાંધી, નિર્મલા સીતારમન અને નિતિન ગડકરી પણ સમિતિની આગેવાની કરશે.

મંત્રીજૂથ કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય સતામણી સંબંધિત બાબતોનો સામનો કઈ રીતે કરવો તેનુ પરીક્ષણ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે મંત્રીજૂથ વર્તમાન જોગવાઈઓનું અસરકારક અમલીકરણ અને વર્તમાન કાનૂનને મજબૂત બનાવવા માટે ભલામણ કરશે. મંત્રી સમૂહની રચના મી ટુનાં કેસ સોલ્વ કરવા માટે બનાવવામાં આવી છે.

આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ 3 મહિનાની અંદર તે જણાવશે કે, કેવી રીતે મહિલાઓના કાર્યસ્થળ પર થઈ રહેલ જાતિય શોષણના મામલાઓ ઓછા કરી શકાય. સામે આવેલા કેસોમાં કેવી રીતે સખત રીતે કાર્યવાહી કરવામાં આવી શકે. સરકાર દ્વારા જાણકારી આપવામા આવી છે કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઈલેક્ટ્રોનિક કમ્પલેન બોક્સની રચના કરવામા આવી છે, જેમાં મહિલાઓ પોતાની ફરજિયાત ફરિયાદ નોધાવી શકે છે. એક વખત જ્યારે ફરિયાદ આ SHE BoXમાં જશે તો ત્યાથી તે ડાયરેક ફરિયાદ ઓર્થોરિટી પાસે આપમેળે જતી રહેશે.

ઉલ્લેખનિય છે કે, #MeToo કેમ્પેન હેઠળ મહિલાઓ વિરૂદ્ધ કાર્યસ્થળો પર યૌન શોષણના ઘણા બધા કેસ સામે આવ્યા છે. આ કારણે દેશની રાજનીતિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ભૂકંપ આવી ગયો છે. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર આ અભિયાન હેઠળ ઘણા બધા આરોપ લાગ્યા છે, જેના કારણે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

દરરોજ 109 અને 1 કલાકમાં 5 દીકરી પર થાય છે બળાત્કાર, 4 લાખ બળાત્કારના કેસમાં એક પણ નરાધમને નથી થઈ ફાંસી

Karan
Do NOT follow this link or you will be banned from the site!