GSTV

જમ્મુ અને કાશ્મીરના રજૌરીમાં આઇઇડી વિસ્ફોટમાં આર્મી મેજર અને એક જવાન શહીદ

Last Updated on January 12, 2019 by

જમ્મુ અને કાશ્મીરના રજૌરી જિલ્લામાં અંકુશ રેખા નજીક થયેલા આઇઇડી વિસ્ફોટમાં આર્મીના મેજર અને એક જવાન શહીદ થયા હતા. ઉપરાંત રજૌરી અને પૂંચમાં પાકિસ્તાનની સેનાના સતત ગોળીબારમાં આર્મી પોર્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. શ્રીનગરમાં સીઆરપીએફના બંકર પર ત્રાસવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રજૌરી જિલ્લામાં ત્રાસવાદીઓએ મુકેલી આઇઇડી ડિવાઇસનો વિસ્ફોટ થતા મેજર સહિત બે જવાન ઘાયલ થયા હતા. ત્રણેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં જયા મેજર અને એક જવાનનું અવસાન થયું હતું.

જમ્મુ અને કાશ્મીરના રજૌરી અને પૂંચ જિલ્લામાં સતત ચોથા દિવસે પાકિસ્તાનની સેનાએ શસ્ત્ર વિરામ ભંગ કરીને શેલ અને ગોળીબારનો મારો ચલાવ્યો હતો. જેમાં એક પોર્ટર ગંભીર ઘાયલ થયો હતો. ભારતીય સેનાએ ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનની સેનાએ ગુરુવારે પણ રજૌરીના બાલાકોટ સેકટરમાં ટાર્કુંડી ખાતે ગોળીબાર કરીને મેજર અને બીએસએફના જવાનને ઘાયલ કર્યા હતા. વારંવારની સૂચન છતાં પાકિસ્તાનની સેના ૨૦૦૩ની શસ્ત્ર વિરામની સંધિનો ભંગ કરીને સરહદ ઉપર ગ્રામ્ય વિસ્તારો અને સેનાના થાણા ઉપર હુમલા કરે છે.

પાકિસ્તાનની સેનાના સતત ગોળીબાર, મોર્ટારમારો અને શેલ ફેંકવાની ઘટનાઓથી સરહદે ગ્રામ્યજનોમાં ભય વ્યાપી ગયો હતો. ૨૦૧૮માં પાકિસ્તાનની સેનાએ ૨૯૩૬ વખત શસ્ત્ર વિરામ ભંગ કર્યા હતા જે છેલ્લા ૧૫ વર્ષનો સૌથી વધુ છે.

જનરલ ઓફિસર નોર્ધન કમાંડ લેફટ. જન રણબીર સિંહે અંકુશ રેખા નજીકના વિસ્તારોની મુલાકાત લઇ સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમની સામે વાહઇટ નાઇટ કોર્પ્સના જનરલ પરમજીત સિંહ પણ જોડાયા હતા. બંને અધિકારીએ અખનૂર અને રજૌરી સેકટરની મુલાકાત લીધી હતી.

દરમિયાન કાશમીરના પાટનગર શ્રીનગરના લાલચોક નજીક સીઆરપીએફના બંકર ઉપર ત્રાસવાદીઓએ ગ્રેનેડ ફેંકયા હતા. આ વિસ્ફોટમાં કોઇ નુકસાન થયું નહોતું.

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel

રાકેશ ટિકૈતની જાહેરાત, કહ્યું-સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!