GSTV

ખાડી દેશોમાં છ વર્ષ દરમિયાન 24,570 ભારતીય શ્રમિકોના મોત

Last Updated on November 6, 2018 by

ખાડી દેશોમાં ગત છ વર્ષ દરમિયાન સરેરાશ દરરોજ દશ ભારતીય શ્રમિકોના મોત નીપજ્યા છે. એટલ કે ભારતને ખાડી દેશોમાંથી મોકલવામાં આવેલા દરેક એક અબજ ડોલરના બદલામાં 117ના જીવથી કિંમત ચુકવવી પડી છે. આરટીઆઈ દ્વારા મળેલી જાણકારીઓના આધારે એક એનજીઓ દ્વારા આના સંદર્ભે ખુલાસો કરવામાં આવ્યો છે.

કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિએટિવના વેંકટેશ નાયકે પહેલી જાન્યુઆરી-2012થી 2018ના મધ્ય સુધીમાં બહરીન, ઓમાન, કતર, કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતામં ભારતીય શ્રમિકોના મોત સંદર્ભે વિદેશ મંત્રાલય પાસેથી આંકડા માંગ્યા હતા. યુએઈને બાદ કરતા અન્ય તમામ દેશોના દૂતાવાસે આ માહિતી ઉપલબ્ધ કરાવી છે.

ભારતીય દૂતાવાસે આંકડા માટે પોતાની વેબસાઈટના સંદર્ભ આપ્ય હતા. આ વેબસાઈટ પર માત્ર 2014  બાદના આંકડા ઉપલબ્ધ હતા. આ અંતરને દૂર કરવા માટે નાયકે લોકસભા અને રાજ્યસભામાં સંસદીય પ્રશ્નોના જવાબમાં મળેલા આંકડાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યુ છે કે ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે 2012થી 2018ના મધ્ય સુધીમાં છ ખાડી દેશોમાં ઓછામાં ઓછા 24 હજાર 570 ભારતીય શ્રમિકોના મોત નીપજ્યા છે.

કુવૈત અને યુએઈ દ્વારા તમામ આંકડા જાહેર કરવામાં આવે, તો આ સંખ્યા વધે તેવી પણ સંભાવના છે. આનાથી જાણકારી મળે છે કે આ સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ દશ ભારતીય શ્રમિકોના મોત નીપજ્યા છે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!