GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રેન્જ IG નખ વિનાના વાઘ/ SPને પાવર મળતાં આ એજન્સીને ચાંદી જ ચાંદી, રૂપાણીએ કેશુબાપાના નિર્ણયને બદલ્યો

રેન્જ

પોલીસ વિભાગમાં વર્ષ 1995થી કાર્યરત આર.આર. (રેપિડ રિસપોન્સ) સેલને રાજ્ય સરકારે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. વર્ષ 1995માં તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે શરૂ કરેલા આર.આર. સેલને નાબૂદ કરવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. રાજ્યના પોલીસમાળખામાં આવેલા આ મોટાં ફેરફારના કારણે હવે રેન્જ આઇ.જી. (ઇન્સપેક્ટર જનરલ)ની સત્તાઓ કપાઇ છે અને જિલ્લા પોલીસ વડાઓની સત્તા હવે વધશે. આ ઉપરાંત રેન્જ આઇ.જી. બનવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા થતી દોડધામ અને રાજકીય લાગવગનો પણ અંત આવશે તેવી શક્યતાઓ ઉભી થઇ છે.

પોલીસ

25 વર્ષથી આર.આર. સેલનું વડપણ જે-તે રેન્જના આઇ.જી.ને સોંપવામાં આવતું

છેલ્લાં 25 વર્ષથી કાર્યરત આર.આર. સેલનું વડપણ જે-તે રેન્જના આઇ.જી.ને સોંપવામાં આવતું હતું. ગુજરાત પોલીસ વિભાગમાં કુલ નવ રેન્જ છે, જેના કારણે રેન્જ આઇ.જી.ને વિશાળ સત્તાઓ મળતી હતી.જો કે મોટાંભાગની રેન્જમાં જિલ્લા પોલીસ વડાઓ અને આઇ.જી. વચ્ચે સુમેળ હોય તો કામગીરી સુપેરે ચાલતી હતી, પરંતુ જ્યારે આ બન્ને અધિકારીઓ વચ્ચે ખટરાગ હોય તો આર.આર. સેલ દ્વારા જે-તે જિલ્લા કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારની રેડ કરી કે કોઇ મોટો ગુનો પકડી આંતરિક હિસાબ પતાવાતો હતો.

આ ઉપરાંત ઘણીવાર આર.આર. સેલની સત્તાનો ઉપયોગ નીચેના પોલીસ અધિકારીઓને શાનમાં સમજાવવા કે રાજકીય અદાવતને અંજામ આપવા પણ થતો હતો. જેન કારણે રેન્જ આઇ.જી. બનવા માટે ઉચ્ચ અધિકારીઓ દોડધામ કરતા અને રાજકીય લાગવગનો ઉપયોગ કરતા નજરે ચડતાં હતા.

રેન્જ

આર.આર. સેલના સ્ટાફને હવે જિલ્લા સ્તરે કામગીરી આપવામાં આવશે. જેના કારણે હવે રેન્જ આઇ.જી. ક્યાંય સીધી રેડ કરી શકશે નહીં. રેડ કે ગુનો પકડવા માટે તે જિલ્લા પોલીસ વડા કે એલ.સી.બી.ને સૂચના આપી શકશે.

આ ઉપરાંત સ્થાનિક સ્તરે નિર્ણયો લેવા માટે એસ.પી.ને પણ વધુ સત્તા મળશે. તાજેતરમાં અમદાવાદ રેન્જના આર.આર. સેલનો એક પોલીસકર્મી રૂપિયા 50 લાખનો તોડ કરતા પકડાયો હતો, આ ઉપરાંત ગૃહવિભાગના કર્મચારીઓ દ્વારા થતાં વિવિધ ભ્રષ્ટાચારના કેસો વધતા સરકારે આ નિર્ણય લીધો હોવાની ચર્ચા છે.

રેન્જ

પોલીસ-ગુનેગારોની સાંઠગાંઠ નહીં ચાલે : રૂપાણી

1995થી કાર્યરત આ આર.આર.સેલ બંધ કરીને પોલીસ અધિક્ષકોને વધુ સત્તાઓ આપી મજબૂત કરવાનો અમારો નિર્ધાર છે. પોલીસની ગુનેગારો સાથેની સાંઠગાંઠ ચલાવી લેવાશે નહિ. એ માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે. સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે રેન્જ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે અને જિલ્લા મથકોએ વિસ્તારવાનું અમારૂ આયોજન છે.

જિલ્લા સ્તરે પોલીસબેડામાં થતો આંતરિક વિવાદ ઘટશે ?

જિલ્લા સ્તરે કાર્યરત એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) તેમજ જિલ્લા પોલીસવડા ભલે તેમના વિસ્તારમાં ચાલતી ગુનાખોરી સામે કાર્યવાહી અને સર્વેલન્સનું કામ કરતા હોય પરંતુ ઘણાં કિસ્સાઓમાં દારૂ કે જુગારની મોટી રેડ પાડી આર.આર. સેલ પોતાને શ્રેષ્ઠ ચિતરતી કામગીરી દેખાડતો હતો.

જેના કારણે એલ.સી.બી. કે જિલ્લા પાલીસના સ્ટાફને સસ્પેન્ડ થવાનો કે ટીકાઓનો સામનો કરવાનો વારો પણ આવતો હતો. જેના કારણે જિલ્લા પોલીસ અને આર.આર. સેલ વચ્ચે આંતરિક વિખવાદ પણ ઘણીવાર સામે આવતા હતા. જો કે રાજ્ય સરકારના નિર્ણયથી આ વિખવાદનો અંત થયો છે.

Read Also

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV