GSTV
India News Trending

મોદી અને શાહની જોડી ગુજરાતને બચાવી શકી નથી એ કોરોનાથી દેશને શું બચાવશે, કોંગ્રેસના આ નેતાએ કાઢી ઝાટકણી

શાહ

કોરોના વાઇરસને લઇને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત અને અમિત શાહના સંસદીય વિસ્તાર અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સૌથી ખરાબ થઇ ગઇ છે. કોરોના સામે જંગ છેડવાના દાવા કરનારા આ બન્ને નેતાઓના ગૃહ ક્ષેત્રની સ્થિતિ વધુ કફોડી છે. એવામાં દેશ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરશે કે કોરોનાથી બચવામાં સરકાર મદદ કરશે. મોદી અને અમિત શાહની જોડી કોરોના જેવી મહામારીથી આ દેશને અને ગુજરાતને બચાવવામાં નિષ્ફળ રહી છે.

કોરોના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ વધુ ખરાબ હોવા છતા પુરતા પ્રમાણમાં વેન્ટિલેટર સહિતની સુવિધાઓનો અભાવ છે. આઇસીયુ અને પીપીઇની પણ ગંભીર રીતે અછત છે. કોંગ્રેસના અન્ય એક નેતા અહેમદ પટેલે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના અને ગુજરાતની સ્થિતિ અંગે જે ચિંતા વ્યક્ત કરવામાં આવી તે સરકાર માટે આંખો ઉઘાડવા સમાન છે.

સ્વાસ્થ્ય મંત્રી આ હોસ્પિટલમાં ડોકિયું કરવા પણ નથી ગયા

જ્યારે સિંઘવીએ કહ્યું હતું કે માત્ર અમદાવાદમાં જ રાજ્યના અન્ય ભાગો કરતા વધુ કેસો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ અમદાવાદમાં થયેલા કુલ મોતના ૬૨ ટકા છે. એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી રહી હોવાનો દાવો સિંઘવીએ કર્યો હતો. હાઇકોર્ટે કોરોનાનો ટેસ્ટ યોગ્ય રીતે ન થઇ રહ્યો હોવા અંગે પણ ટીપ્પણી કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી આ હોસ્પિટલમાં ડોકિયું કરવા પણ નથી ગયા. ઘણા રાજ્યોમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટની અનુમતી છે પણ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં આવું નથી અને ખાનગી લેબો દ્વારા ટેસ્ટિંગ ઘટાડી દેવાય છે અને આમ કરીને સરકાર આંકડા છુપાવવા માગે છે.

READ ALSO

Related posts

સુપ્રીમકોર્ટે કહ્યું – કોઈને 2 સીટ પર ચૂંટણી લડતા અમે ન રોકી શકીએ, એ તો સંસદનું કામ

GSTV Web Desk

ભારત-પાકિસ્તાનના ખેલાડી વચ્ચે તુતુ-મેંમેં / ‘બેટા જ્યારે તું અંડર-19 રમી રહ્યો હતો, ત્યારે તારો બાપ…, સોહેલ ખાને જૂની તકરારનો કિસ્સો કર્યો
શેર

Hardik Hingu

જોશીમઠ જમીન ધસવાનો મામલો / 296 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપી જાણકારી

Akib Chhipa
GSTV