GSTV
Others Sports Trending

એશિયન તીરંદાજી : અભિષેક અને જ્યોતિએ મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ભારતના અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખા વેન્નામની જોડીએ એશિયન તીરંદાજીની મિક્સ ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ સાથે ભારતે એશિયન તીરંદાજીમાં કુલ સાત મેડલ જીત્યા હતા. જોકે આ તમામ મેડલ દેશના નામે નોંધાયા નહતા કારણ કે આંતરિક અનિયમિતતાને પગલે ભારતીય તીરંદાજી સંઘ પર આંતરરાષ્ટ્રીય તીરંદાજી ફેડરેશને પ્રતિબંધ મૂક્યો છે. જેના પગલે ભારતીય ખેલાડીઓને તિરંગા વિના આંતરરાષ્ટ્રીય તીરંદાજીના ફ્લેગ હેઠળ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવો પડયો હતો.

અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખાની જોડીએ ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની યી હ્સુએન ચેન અને ચિહ-લુહ ચેનની જોડીને ૧૫૮-૧૫૧ના સ્કોરથી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ભારતે આ ચેમ્પિયનશિપમાં કુલ મળીને એક સુવર્ણ, બે રજત અને ચાર કાંસ્ય ચંદ્રકો હાંસલ કર્યા હતા.

અગાઉ ભારતના અભિષેક વર્માને કમ્પાઉન્ડ મેન્સ ટીમ ઈવેન્ટમાં થોડા માટે ગોલ્ડ મેડલ ગૂમાવવો પડયો હતો. અભિષેક વર્મા,રજત ચૌહાણ અને મોહન ભારદ્વાજની જોડીને સાઉથ કોરિયા સામેના મુકાબલામાં ૨૩૨-૨૩૩થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતીય ટીમ ટોપ સીડ ધરાવતી હતી. જોકે ભારતીય તીરંદાજોને પવનની પ્રતિકૂળ દિશામાં નિશાન સાધવાનું હોવાથી મુશ્કેલી પડતી હતી. જેના કારણે ભારતને એક પોઈન્ટના અંતરથી હારનો સામનો કરવો પડયો હતો. 

ભારતની મહિલા ટીમને પણ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં સિલ્વર સફળતાથી સંતોષ માનવો પડયો હતો. જ્યોતિ સુરેખા,મુસ્કાર કરીર અને પ્રિયા ગુર્જરની ત્રિપુટીને સાઉથ કોરિયા સામેના મુકાબલામાં ૨૧૫-૨૩૧થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતે અગાઉ ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેમાં અતાનુ દાસનો દેખાવ નિર્ણાયક બન્યો હતો. અતાનુએ રિક્યુર્વે ઈવેન્ટમાં દીપિકા કુમારી સાથે મિક્સ ઈવેન્ટમાં તેમજ ઈન્ડિવિડયુઅલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યા હતા. આ ઉપરાંત તેણે ટીમ ઈવેન્ટમાં તરૃણદીપ રાઈ અને જયંત તાલુકદારની સાથે મળીને રિક્યુર્વે ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની દીપિકા કુમારી અને બોમ્બાલ્યાદેવી લૈશરામ તેમજ અંકિતા ભક્તની ટીમે રિક્યુર્વેની મહિલા ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 

Read Also

Related posts

અભ્યાસમાં ચોંકાવનારો દાવો : 66% ભારતીય પાયલોટ ફ્લાઇટ દરમિયાન ઉંઘી જાય છે પ્લેનમાં

GSTV Web Desk

યૂનિક નથી હોતા ઉર્ફી જાવેદનાં સુપરબોલ્ડ કપડાંસ, હોલિવુડ હિરોઇનની કરે છે સસ્તી નકલ

Hemal Vegda

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk
GSTV