GSTV
Bollywood Entertainment Trending

‘થોડીક તો શરમ રાખો’: અભિષેકની સેલ્ફી લેવા ટોળું જામતાં જયા નારાજ, બધાને તતડાવ્યાનો વીડિયો વાયરલ

મુંબઈ : ભોપાલમાં દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે એક મંદિરે ગયેલાં જયા બચ્ચન તથા અભિષેક બચ્ચનને ભાવિકોનું ટોળું સેલ્ફી માટે ઘેરી વળતાં જયા બચ્ચન ભારે નારાજ થઈ ગયાં હતાં. તેમણે આ ભાવિકોને ભારે આકરી ભાષામાં તતડાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જયા બચ્ચન આ વીડિયોમાં લોકોેને એમ કહીને ખખડાવતાં જણાય છે કે , આ શું કરી રહ્યા છો, મનાઈ કરી છે, થોડી તો સભ્યતા રાખો. ભોપાલના લોકોમાં થોડી તો સભ્યતા હશે ને. જયાએ આ ઠપકો આપ્યા બાદ પણ જોકે, અભિષેકે સંયમ જાળવી રાખ્યો હતો અને તેણે ફેન્સને સેલ્ફી લેવા દીધી હતી. પરંતુ, બાદમાં વ્હાઈટ અને રેડ સાડીમાં સજ્જ કેટલીક મહિલાઓ સેલ્ફી માટે આગળ આવતાં ફરી જયાએ પારો ગુમાવ્યો હતો અને તેમણે આ મહિલાઓને, તમે લોકો તો છોડો, શું કરી રહ્યા છો, તમને લોકોને શરમ નથી આવતી, એમ કહીને ભારે આકરી મુદ્રા સાથે ખખડાવી નાખી હતી.

આ વીડિયોનાં મિક્સ રિએક્શન આવી રહ્યાં છે. કેટલાક લોકો જયાની આ તોછડાઈ અને ઘમંડની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો એમ પણ જણાવી રહ્યા છે કે ધાર્મિક સ્થળે કેટલીક મર્યાદાઓનું પાલન જરુરી છે અને કોઈ સેલિબ્રિટી એકવાર મનાઈ કરે તે પછી તેમને ખલેલ પહોંચાડવી યોગ્ય નથી.

જયા બચ્ચનને કોઈ તેમની મરજી વિના ફોટા પાડે તેની બહુ ચીડ છે. અગાઉ પણ તેમણે પાપારાઝી તથા મીડિયા ફોટોગ્રાફર્સ તથા અન્ય ફેન્સને ઉતારી પાડયા હોય તેવા અનેક કિસ્સા છે.

READ ALSO

Related posts

GUJARAT ELECTION / જસદણ વિધાનસભા બેઠકઃ 2018માં પહેલીવાર ભાજપે અહીં પેટાચૂંટણી જીતી, આવો છે આ બેઠકનો ઈતિહાસ

Kaushal Pancholi

ભાજપનું મિશન 2024 / મુસ્લિમ વોટ બેંક પર નજર, પક્ષ મજબૂત કરવા પર ભાર, જાણો શું છે પાર્ટીના એક્શન પ્લાન?

Akib Chhipa

1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા સંભળાશે ભારત, દેશના 100 સ્મારકો રોશનીથી ઝળહળી ઉઠશે

Hardik Hingu
GSTV