GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અભિષેક બચ્ચન પણ એક સમયે આ એક્ટરનો હતો ડ્રાઈવર, ફિલ્મો પહેલાં આ સ્ટુડિયોમાં કરતો હતો સાફસફાઈ

બોલિવૂડમાં એક મોટો બ્રેક મળી જાય તે માટે લોકો વર્ષો સુધી મહેનત કરતા રહે છે. કેટલાકને તો વર્ષોની મહેનત બાદ પણ મોકો મળતો હોતો નથી. પણ ફિલ્મ સ્ટારના સંતાનોની વાત આવે તો તેમને આસાનીથી બ્રેક મળી જતો હોય છે તેમ છતાં તેમને પણ પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જોકે અમિતાભ બચ્ચન જેવા મેગા સ્ટારના પુત્ર અભિષેક બચ્ચન માટે તો કોઈ પડકાર જેવું હોઈ શકે જ નહીં તેવી માન્યતા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં કામ મેળવવા માટે અભિષેક બચ્ચને ડ્રાઇવરથી લઈને ચા વાળા સુધીના કામો તથા સ્ટુડિયોમાં સાફ સફાઈના કામો પણ કરેલા છે. અભિષેક બચ્ચને જાતે જ આ વાતની કબૂલાત કરી છે.

અભિષેક બચ્ચને કર્યો ખુલાસો

કોઈ પણ વ્યક્તિ આસાનીથી એમ જ વિચારે કે બિગ બી અને જયા બચ્ચનના પુત્ર હોવાને નાતે અભિષેક બચ્ચનને તો આસાનીથી એન્ટ્રી મળી ગઈ હશે. પણ 2010માં આપેલી એક મુલાકાતમાં અભિષેક બચ્ચને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે પહેલી ફિલ્મ માટે તેમે ઘણી મહેનત કરવી પડી હતી. પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે તેઓ કામ કરતા હતા અને એ વખતે એવા કામો કર્યા હતા જે એ સમયે અચરજ પમાડે તેવા હતા. તેણે કહ્યું કે મને એક ફિલ્મ મળવામાં બે વર્ષ લાગી ગયા હતા. પ્રોડક્શન બોય તરીકે કામ કરતી વખતે લોકો માટે ચા બનાવતો હતો, સ્ટુડિયોની સાફ સફાઈ કરતો હતો અને અરશાદ વારસીનો ડ્રાઇવર પણ હતો.

ઉપરા ઉપરી ફિલ્મો થઈ ફ્લોપ

અભિષેકે 2000ની સાલમાં રિફ્યુજીમાં કરિના કપૂર સાથે કામ કરીને ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ત્રણ વર્ષમાં તેને ભાગે ખાસ સફળતા આવી ન હતી. તેની ઉપરા ઉપરી ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. એ વખતે તેને ઘરમાંથી બહાર જવાનું મન થતું ન હતું. તે અરીસા પર પોતાના ખરાબ રિવ્યૂ ચોંટાડી દીધા હતા.

READ ALSO

Related posts

લગ્ન સંબંધમાં શું કામ જરૂરી છે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત, જાણો વિગતે…

Ankita Trada

શું તમે ઓફિસમાં ચલાવી રહ્યા છો અફેરનું ચક્કર, તો થઈ જાવ સાવધાન કારણકે…

pratik shah

કોરોના કાળમાં રેલવેમાં નોકરી ઈચ્છુકો માટે સોનેરી તક: ખુલી બમ્પર વેકેન્સી, માત્ર મેરિટના આધારે થશે સિલેક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!