GSTV
Home » News » Movie Review : વિક્કી કૌશલ પર ભારે પડ્યો અભિષેક, અનુરાગ કશ્યપની હટકે ફિલ્મ

Movie Review : વિક્કી કૌશલ પર ભારે પડ્યો અભિષેક, અનુરાગ કશ્યપની હટકે ફિલ્મ

હિન્દી સિનેમામાં લવ સ્ટોરી પર આધારિત અનેક ફિલ્મો બનતી રહે છે. જેમાં ગમે તેટલી ખરાબ પરિસ્થીતી આવે પરંતુ અંતે  જીત પ્રેમની થાય છે અથવા તો અંતમાં બે પ્રેમીઓએ અલગ થવું પડે છે. આવી જ કંઇક ચટપટી સ્ટોરી સાથે અનુરાગ કશ્યપ લઇને આવ્યાં છે ‘મનમર્ઝિયાં’.

અનુરાગની ફિલ્મોમાં અદાવત, ગોળીઓ, લોહી હંમેશા જોવા મળે છે પરંતુ મનમર્ઝિયાંમાં અનુરાગ કશ્યપે પ્રેમ અને સેક્સ વચ્ચેનું અંતર દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

મનમર્ઝિયાંમાં અનુરાગે આજની પેઢીના સંબંધો વચ્ચે રહ્લી જટિલતાઓને ખૂબ જ સંદર રીતે દર્શાવી છે. સાથે જ જોશથી ભરપૂર પ્રેમી અને હારી ગયેલા પતિની સ્ટોરી દર્શાવવામાં અનુરાગ સફળ રહ્યાં છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, વિકી કૌશલ અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, પરંતુ કરણ જોહરવાળી નહીં, અનુરાગવાળી ફિલ્મ. ફિલ્મના ટ્રેલરમાં કેટલાક બોલ્ડ ડાયલોગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મની કહાણીમાં એ વાત પર ભાર મુકાયો છે કે પ્રેમ ઉલઝેલો હોતો નથી, પરંતુ તેને કરનારા લોકો ઉલઝેલા હોય છે.

રોમાન્સથી ભરપૂર આ ફિલ્મની કહાણી પંજાબના અમૃતસરની છે. રૂમી (તાપસી પન્નુ) અને વિકી (વિકી કૌશલ) એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ જ્યારે લગ્ન કે ઘરવાળાઓને મળવાની વાત આવે છે ત્યારે વિકી રૂમીના ઘરવાળાઓને મળતો નથી. આમ તો તે રૂમી માટે કંઇ પણ કરવા તૈયાર છે તેવી વાતો કરે છે.

આવામાં આજની યુવા રૂમી બેજવાબદાર પ્રેમી વિકીને છોડીને ઘરવાળાઓના કહેવા પર આત્મનિર્ભર અને ખૂબ જ સારા દિલના રોબી (અભિષેક બચ્ચન) સાથે લગ્ન કરી લે છે, જોકે રૂમી આજે પણ વિકીને ખૂબ જ પ્રેમ કરે છે. શું રૂમી ખુદને આ જટિલ પ્રણય ત્રિકોણમાંથી બહાર કાઢી શકશે? શું વિકી રૂમીને ભૂલી શકશે? કે રોબી રૂમીનું દિલ જીતવામાં સફળ થશે?

અનુરાગ હંમેશાં હટકે ફિલ્મ બનાવવા માટે જાણીતા છે તેથી આ ફિલ્મને લઇને પણ ચર્ચામાં છે. અનુરાગ નિર્દેશિત ‘ધેટ ગર્લ ઇન યલો બુટ્સ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘બોમ્બે ટોકિઝ’,’પાંચ’, ‘બ્લેક ફ્રાઇડે’, ‘દેવ ડી’, ‘ગુલાલ’, ‘મુંબઇ કટિંગ’, , ‘બોમ્બે વેલવેટ’, જેવી ફિલ્મો સહિત ‘લસ્ટ સ્ટોરીઝ’, અને ‘સેક્રેડ ગેમ્સ’ જેવી વેબ સિરિઝ પણ સુપરહિટ રહી છે.

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!