GSTV
Gujarat Government Advertisement

ઐશ્વર્યા રોમમાં મનાવી રહી છે જન્મદિવસ, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

Last Updated on November 1, 2019 by

ઐશ્વર્યા રાય બચ્ચન તેનો 46મો બર્થ ડે મનાવી રહી છે. બર્થ ડે પહેલા અભિ, એશ અને આરાધ્યા સાથે રોમમાં છે. આ ખાસ પ્રસંગે અભિષેકે પત્ની માટે એક પ્રેમ ભરેલી પોસ્ટ પણ લખી છે. આ પોસ્ટમાં અભિષેકે ઐશ્વર્યા માટે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે જેને વાંચ્યા બાદ એવું કહી શકો કે પ્રેમ હોય તો આવો.

અભિષેક બચ્ચને ઈંસ્ટાગ્રામ પર ઐશ્વર્યાનો ફોટો શેર કર્યો છે તેની પાછળ રોમ દેખાય છે. જેની સામે ઐશ્વર્યા ગાઉનમાં પોઝ આપી રહી છે. આ તસવીરને શેર કરતાં અભિએ લખ્યું, જન્મ દિવસની શુભકામનાઓ Principessa. પ્રિંસિપેસા એક ઈટાલિયન શબ્દ છે જેનો મતલબ રાજકુમારી થાય છે.

ઐશ્વર્યાની આ શાહી તસવીરને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. અભિષેકની આ પોસ્ટ પર ઘણાં બધા સ્ટાર્સે શુભકામના આપી છે, તેમાં બિપાસા બાસુ, રિતેશ દેશમુખ, શ્વેતા બચ્ચન નંદા, સોનાલી બેન્દ્ર અને સુનિલ શેટ્ટીનું નામ સામેલ છે. ઐશ્વર્યા રાય તેના કામના કારણે રોમ ગઈ છે. જેના કારણે તે જન્મદિવસ મનાવી રહી છે. ઐશ્વર્યાનો ફોટો Longines watches, Dolce Vitaએ લોન્ચ કરી છે.

View this post on Instagram

Happy birthday Principessa!!! ❤️

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ અવસર પર તેણે ક્રીમ અને પીચ કલરનું ગાઉન પહેર્યું હતું. જેને Nedret Tacirogluએ ડિઝાઈન કર્યું હતું. આ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં એશ આરાધ્યાને કિસ કરતી જોવા મળે છે. આ પહેલા ઐશ્વર્યાએ તેના ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટામાં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. રોમ ગયા પહેલા તે દિવાળી જશ્નની તસવીરોને લઈ ચર્ચામાં હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

VIDEO: અહીં આકાશમાંથી થયો ઉંદરોનો વરસાદ, દ્રશ્યો જોઈ લોકોમાં ડરનો માહોલ, સરકાર પાસે કરી રહ્યા છે આવી માગ

Pravin Makwana

રામાયણ : સીતાના પાત્ર માટે ટોપની બંને હિરોઈન વચ્ચે જામી હોડ, ફિલ્મમાં રામ બનશે સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ

pratik shah

સંઘર્ષ/ નોરા ફતેહીએ ખુલ્લેઆમ પેલેસ્ટાઇનનું કર્યું સમર્થન : ઇન્સ્ટા પર 3 પોસ્ટ થઈ વાયરલ, ઇઝરાયલ માટે આ બળાપો કાઢ્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!