GSTV
Home » News » B’day Special: 18 વર્ષમાં સતત 17 ફ્લૉપ ફિલ્મો, છતાં ગિનીઝ બુકમાં નોંધાયેલું છે અભિષેકનું નામ

B’day Special: 18 વર્ષમાં સતત 17 ફ્લૉપ ફિલ્મો, છતાં ગિનીઝ બુકમાં નોંધાયેલું છે અભિષેકનું નામ

બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન આજે પોતાનો 43મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. 18 વર્ષ પહેલાં ‘રેફ્યૂજી’ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર અભિષેકની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. જો કે એક સ્ટાર કિડ હોવાના કારણે તેના પર સારુ કામ કરવાનો દબાણ હતું.

ફિલ્મો પીટાઇ રહી હતી તેમ છતાં તે ઘરે બેસવા માંગતો ન હતો. તે સમયે અભિષેકને જે ફિલ્મો મળી તે તેણે કરી લેવાનું યોગ્ય સમજ્યું. સ્ક્રીપ્ટ પર ધ્યાન ન આપવું તેને ભારે પડ્યુ.

જેના કારણે અભિષેકે 4 વર્ષમાં સતત 17 ફ્લૉપ ફિલ્મો આપી. વર્ષ 2004માં અભિષેકને ફિલ્મ ‘ધૂમ’ મળી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ.

તે બાદ બંટી ઔર બબલી, યુવા, બ્લફમાસ્ટર, ગુરુ અને દોસ્તાના જેવી સુપરહિટ ફિલ્મો આપીને અભિષેકે તે સાબિત કરી દીધું કે તે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો દિકરો છે.

અભિષેકની 18 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. એક ઇન્ટરવ્યુમાં અભિષેકે જણાવ્યું હતું કે, જ્યારે કોઇ એક્ટર ફ્લૉપ થઇ જાય છે તો લોકો તેના ફોન રિસિવ કરવાનું બંધ કરી દે છે. પછી તેઓ નથી વિચારતાં કે તે કોનો દિકરો કે દિકરી છે. ફ્લોપ થવું દુનિયાનો સૈથી ખરાબ અનુભવ છે. જે તમને એક માનવ તરીકે જાણે કે પૂરો જ કરી નાંખે છે.

અભિષેક બાળપણમાં ડાઇલેક્સિયા નામની બિમારીથી પીડિત હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે 2007માં આમિર ખાને આ જ બિમારી પર ફિલ્મ ‘તારે ઝમીન પર’ બનાવી હતી.

અભિષેકે જમનાબાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તે બાદ તે બિઝનેસ કોર્સ માટે યૂએસની બૉસ્ટન યુનિવર્સીટી ગયાં હતા. પરંતુ હિન્દી ફિલ્મોમાં કામ કરવાના કારણે તેણે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડીને ભારત પરત ફર્યો હતો.

તમને નવાઇ લાગશે કે અભિષેકને ફિલ્મો ન મળતાં તેણે LIC એજન્ટ તરીકે પણ પોતાની કિસ્મત અજમાવી. આ ઉપરાંત અભિષેકે એક વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો જ્યારે તેણે ફિલ્મ ‘પા’માં પોતાના જ પિતા એટલે કે બિગ બીના પિતાનો રોલ કર્યો. આ કારણે જૂનિયર બચ્ચનનું નામ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં છે.

એક્ટિંગ ઉપરાંત અભિષેકને અલગ-અલગ દેશોના બોર્ડિંગ કાર્ડ એકઠા કરવાનો શોખ છે. અભિષેકની પર્સનલ લાઇફની વાત કરીએ તો અભિષેકે કરિશ્મા કપૂર સાથે સગાઇ કરી હતી પરંતુ તેમની સગાઇ ફક્ત 3 મહિનામાં જ તૂટી ગઇ હતી.

તે બાદ ‘ધૂમ 2’ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક એકબીજાની નજીક આવ્યા. ફિલ્મ ગુરુમાં સાથે કામ કર્યા બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. 20 એપ્રિલ 2007ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયાં. તે બાદ ઐશ્વર્યા અને અભિષેકના જીવનમાં આરાધ્યા પણ આવી. આજે અભિષેક પોતાના જીવનના શ્રેષ્ઠ તબક્કાને જીવી રહ્યો છે.

Read Also

Related posts

PM મોદીનાં ટ્વીટવાળા મજાક પર આવ્યો ટ્વિન્કલ ખન્નાનો જવાબ

Mayur

LoC ટ્રેડ રૂટ: સરહદ પાર વેપાર કરવામાં સફળ 10 આતંકીઓ પાક. જવામાં સફળ,ISIની સક્રિય ભૂમિકા

Riyaz Parmar

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો સ્માર્ટ LED બલ્બ, મોબાઈલથી કરી શકાશે કંટ્રોલ

Mayur