GSTV

લૂડો ફિલ્મમાં અભિષેક બચ્ચન આ લૂકમાં જોવા મળશે, એક્ટરે દેખાડી ઝલક

અભિષેક બચ્ચનની લૂડો ફિલ્મ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પરથી રિલીઝ થનારી છે. બોલિવૂડના આ એક્ટરને લૂડો ફિલ્મમાં જોવા માટે તેના ફેન્સ આતુર છે. અભિષેક ઇન્સ્ટાગ્રામ પર તેના આ ફિલ્મના લૂકની એક ઝલક મૂકી છે. લૂડમાં અભિષેક બિટુના રોલમાં જોવા મળશે.

લૂડોના પોતાના લૂકનો ફોટો શેર કરતાં અભિષેકે જણાવ્યું હતું કે બિટુ, હું જે રોલ નિભાવવા જઈ રહ્યો છું  ક્લાસિક છે.  તે બહારથી કઠોર અને અંદરથી નરમ દિલનો છે. આમ તો આ રોલ અદા કરવો ઘણો પડકારજનક છે અને સાથે સાથે સંતોષજનક પણ છે. હું તમને તમામને આ બિટ્ટુની મુલાકાત કરાવવા માટે આતુર છું.

અભિષેક બચ્ચનની આ ફિલ્મ લૂડો છેલ્લા કેટલાય સમયથી રિલીઝ થવાની તૈયારીમાં છે અને હવે 12મી નવેમ્બરે તે રિલીઝ થઈ રહી છે.  કોરોના અને ત્યાર બાદના લોકડાઉનને કારણે આ ફિલ્મ પણ અન્યની માફક વિલંબમાં પડી હતી. જોકે તે હવે થિયેટર નહીં પરંતુ ઓટીટી પ્લેટ ફોર્મ પરથી રિલીઝ થવાની છે. અભિષેકનો આ નવો લૂક ફેન્સ અને મિત્રો ખૂબ પસંદ કરી રહ્યા છે. એકે તો લખ્યુ હતું કે તમને આ ટપોરી લૂક હંમેશાં સારો લાગ્યો છે.

READ ALSO

Related posts

SBI એ ગ્રાહકોની સુવિધા માટે શરૂ કરી નવી સર્વિસ! હવે કોઈપણ એડ્રેસ પર મગાવી શકશો ચેકબુક, આ રીતે કરોં ઓર્ડર

Ankita Trada

‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટર આશિષ રૉયનું નિધન! આર્થિક તંગી સામે ઝઝૂમતા ઘરમાં લીધા અંતિમ શ્વાસ

Bansari

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!