GSTV
Home » News » જો આ વાત માની લીધી હોત તો આજે એશ્વર્યા નહી જ્હાન્વી કપૂર હોત બચ્ચન પરિવારની પુત્રવધુ!

જો આ વાત માની લીધી હોત તો આજે એશ્વર્યા નહી જ્હાન્વી કપૂર હોત બચ્ચન પરિવારની પુત્રવધુ!

બોલિવૂડની બ્યૂટી ક્વિન ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની આજે મેરેજ એનિવર્સરી છે. 20 એપ્રિલ 200ની સાંજે બચ્ચન પરિવારના બંગલા ‘પ્રતીક્ષા’માં બંને લગ્નના બંધને બંધાયાં હતાં. આમ તો ઐશ્વર્યા પહેલાં 2002માં અભિષેકની સગાઇ કરિશ્મા કપૂર સાથે થઈ હતી, પરંતુ 2003માં તૂટી ગઈ હતી. અભિષેકનાં લગ્નના બરાબર પહેલાં એક એવી ઘટના ઘટી હતી, જેનાથી મીડિયામાં જબરજસ્ત ચર્ચા ચાલી હતી.

આજે 12 વર્ષ બાદ અમે તમને જણાવી રહ્યા છીએ એ ઘટના વિશે, જેનાથી એશ-અભિના લગ્નના બરાબર પહેલાં જ મોટું વંટોળ ઊભુ થયું હતું. જાહ્નવી કપૂર નામની એક મોડલે 19 એપ્રિલ, ગુરૂવારની રાત્રે પ્રતીક્ષાની સામે જ પોતાના હાથની નસ કાપી હતી.

મોડલનો એવો દાવો હતો કે, ફિલ્મ ‘દસ’ના શૂટિંગથી તેના અને અભિષેક વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા. એટલું જ નહીં, મોડેલે બીજા પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. મોડેલના જણાવ્યા મુજબ, કેટલાક મિત્રોની હાજરીમાં તેમણે લગ્ન પણ કરી લીધાં હતાં.

ઉલ્લેખનિય છે કે, જાહ્નવીએ અભિષેક સાથે ગીત ‘દસ બહાને’ માં કામ કર્યું છે. જાહ્નવીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, તેની પાસે લગ્નના કોઇ પૂરાવા છે? તો તેણે જણાવ્યું કે, પ્રેમ માટે કોઇ પૂરાવા આપવાની જરૂર નથી. સ્યુસાઇડ કરવાના આરોપમાં જાહ્નવીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાથી આખો પરિવાર ચિંતામાં આવી ગયો હતો.

અભિષેક-એશનાં લગ્નને આજે 12 વર્ષ થઈ ગયાં છે. બંને સાથે રાવણ, કુછ ન કહો અને ગુરૂ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. છેલ્લે બંને સાથે મણીરત્નમની ફિલ્મ ‘રાવન’માં જોવા મળ્યાં હતાં. બંનેની રિયલ લાઇફની સાથે-સાથે રીલ લાઇફની કેમેસ્ટ્રી પણ દર્શકોને બહુ ગમી હતી.

Read Also

Related posts

ગાજીપુરમાં બસપાને બદલે ભાજપને મત આપનારી મહિલાની પતિએ કરી હત્યા

Dharika Jansari

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel

આ 6 ફિલ્મી કલાકારોનું દાવ પર છે ભવિષ્ય, એક્ઝિટ પોલે આશા જન્માવી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!