GSTV
Home » News » વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્ર, ભારત આપશે આ મોટુ સન્માન

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્ર, ભારત આપશે આ મોટુ સન્માન

વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્રથી સન્માનિત કરવામાં આવશે. અભિનંદને બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાની વાયુ સેનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. જેના વળતા જવાબમાં અભિનંદને પાકિસ્તાની વાયુસેનાને એફ-16 વિમાનને ભગાડ્યા હતા. જે દરમ્યાન તેમણે પાકિસ્તાનના યુદ્ધ વિમાનને તોડી પાડ્યુ હતુ. જોકે ભારતના દબાણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને વર્તમાનને છોડી દેવો પડ્યો હતો. પાકિસ્તાની સેનાએ અભિનંદનની ધરપકડ કરી લીઘી હતી પરંતુ 60 કલાક પછી જ તેમને વાઘા બોર્ડર પર ભારતને પરત કરી દેવામાં આવ્યા હતા. આ વીર યોદ્ધાને ભારત સન્માનિત કરી રહ્યું છે. વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે. પ્રથમ પરમવીર ચક્ર છે પછી મહાવીર ચક્ર હોય છે અને ત્યારબાદ વીરચક્ર એમ ત્રણ કેટેગરીમાં ટોપ મીલીટ્રી આેનર આપવામાં આવે છે. સરકારે અભિનંદન માટે વીરચક્ર એવોર્ડની પસંદગી કરી છે.

ઈઝરાયલમાં બનેલા સ્પાઈસ 2000 બોમ્બથી હુમલો કર્યો

વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં સામેલ રહેલા મિરાજ-2000ના પાયલટને વાયુસેના મેડલ આપવાની પણ જાહેરાત કરી હતી. ભારતીય પાયલટોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ઈઝરાયલમાં બનેલા સ્પાઈસ 2000 બોમ્બથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અંદાજે 300 આંતકીઓને મારવામાં આવ્યા હતા. આ તે જ અભિનંદન છે જેની પ્રશંસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય વિંગ કમાન્ડરે પાકિસ્તાનમાં બંધક બનાવવા દરમિયાન જેવું શૌર્ય અને સંયમ દર્શાવ્યુ તે બાદ અભિનંદન શબ્દનો અર્થ જ બદલાઇ ગયો છે.

 • વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો જન્મ તા. 21મી જૂન 1983ના રોજ થયો હતો, તેમના પિતા નિવૃત્ત ઍરમાર્શલ છે.
 • 35 વર્ષીય અભિનંદન તામિલનાડુની રાજધાની ચેન્નાઈ નજીક સેલાયુરના નિવાસી છે.
 • જોગાનુજોગ છે કે પાકિસ્તાનના તાબામાં રહેલા ભારતીય પાઇલટને લગતી એક તામિલ ફિલ્મમાં પરામર્શક તરીકે પણ તેમના પિતાએ કામ કર્યું હતું.
 • વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન મિગ-21 બિશન લઈને ઉડ્યા હતા, પરંતુ વળતી કાર્યવાહીમાં તેમનું વિમાન ક્ષતિગ્રસ્ત થયું હતું.
 • વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને સલામત ઉતરાણ કર્યું હતું, પરંતુ તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઉતર્યા હતા.
 • જ્યાં તેમની ઉપર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એક સૈન્ય ટૂકડીએ તેમને છોડાવ્યા હતા.

સરકાર આ જવાનનું સન્માન કરી રહી છે. અભિનંદનના પરિવાર માટે પણ આ સૌથી મોટુ સન્માન છે. અભિનંદનની બહાદુરીને ધ્યાનમાં રાખીને સરકારે તેને વીરચક્રથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. અભિનંદન પહેલાં શ્રીનગર એર બેસ પર વાયુસેનાના નંબર 51 સ્ક્વાડ્રનની સાથે તૈનાત હતાં પરંતુ સુરક્ષા કારણોથી કેટલાંક મહિના પહેલાં અન્ય બેસમાં  લઇ જવામાં આવ્યા હતા.

અભિનંદનની કારકિર્દી

 • અભિનંદનના પિતા એર માર્શલ સિંહકુટ્ટી વર્ધમાન પણ મિગ-21 ઉડાવી ચૂક્યા છે.
 • અભિનંદનના પિતા વાયૂસેનાના ટેસ્ટ પાઈલટ રહી ચૂક્યા છે.
 • પરિવારના મિત્રોના જણાવ્યા પ્રમાણે અભિનંદનના દાદા પણ ભારતીય વાયૂસેનામાં હતા.
 • અભિનંદનની બહેન અદિતી ફ્રાંસમાં રહે છે અને તેના પતિ ફ્રાંસના જ નાગરિક છે.
 • અભિનંદનને મિગ-21 સિવાય સુખોઈ-30 ફાઈટર પ્લેન ઉડાવવાનો પણ અનુભવ છે
 • અભિનંદને દિલ્હીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો
 • 12માં ધોરણ સુધીનો અભ્યાસ કેન્દ્રિય વિદ્યાલય બેંગ્લોરથી કર્યો હતો. જે પછી ઉચ્ચ શિક્ષા દિલ્હીમાં પુરી કરી
 • અભિનંદન ખડકવાસલા સ્થિત રાષ્ટ્રીય રક્ષા એકેડેમીનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે
 • અભિનંદનની પત્ની તન્વી મારવાહ પણ વાયૂસેનામાં સ્ક્વાડ્રન લીડર પદ પર રહી ચૂકી છે

READ ALSO

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

પાકના નાપાક ઇરાદા, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા ઘડ્યો આ પ્લાન

Bansari

INX મીડિયા મામલે મોટો ખુલાસો, કાર્તિ ચિદમ્બરમને મળ્યા હતા 11 લાખ 23 હજાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!