GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

વડાપ્રધાન મોદી સામે તેમના જેવો જ ચહેરો ધરાવતા નેતા લોકસભાનાં મેદાને ઝંપલાવશે

લોકસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો અને દરેક ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે અને વડાપ્રધાન મોદી તા.ર૬ એપ્રિલના રોજ બનારસથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. ત્યારે આ બેઠક પરથી મોદી જેવો જ ચહેરો ધરાવતા અભિનંદન પાઠકે પણ ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાન મોદીને ટકકર આપવા તામિલનાડુના ૧૧૧ ખેડૂતો, પૂર્વ બીએસએફ કોન્સ્ટેબલ, હાઇકોર્ટના પૂર્વ જજ સહિત કેટલાય ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે હવે આ બેઠક પર મોદી જેવો જ ચહેરો ધરાવતા અભિનંદન પાઠકે પણ ઉમેદવારીપત્ર ભરવાની તૈયારી શરૃ કરી દીધી છે.

તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે હું વારાણસીની બેઠક પર તા.ર૬ના રોજ ઉમેદવારીપત્ર ભરીશ અને લખનૌની બેઠક પર પણ ઉમેદવારી કરીશ. ભાજપને આડે હાથ લેતા તેણે જણાવ્યું કે ભાજપ ઝુમલા માટે જાણીતો પક્ષ છે. જેણે લોકોએ અચ્છે દિનના અને દરેક નાગરિકના ખાતામાં ૧પ લાખ રૃપિયા આપવાના વાયદા કર્યા હતા. હવે તે અમને પકોડા વેચવાવાળા કહે છે અને અલી સામે બજરંગબલીના મુદા ઉઠાવે છે. તેણે જણાવ્યું કે હૂં જીતવા માટે મેદાનમાં આવ્યો છુ. લોકો મને મત આપી ઝૂમલા માટે જાણીતા પક્ષને જવાબ આપશે. તેણે ભાજપના મેં ભી ચોકીદાર અભિયાન સામે નિશાન તાકી જણાવ્યું કે જે લોકો પોતાને ચોકીદાર કહે છે તેને ગરીબી શું છે? તેની ખબર જ નથી. અલી અને બજરંગબલી એક જ છે અને મને અલી અને બજરંગબલીનું સમર્થન છે.

હું કોંગ્રેસ માટે પ્રચાર કરવા ઇચ્છું છું અને ઝુમલા સરકારને બેનકાબ કરીશ. રાહુલ ગાંધીના વખાણ કરતા તેણે જણાવ્યું કે હું લખનૌથી જીતીશ અને માત્ર રાહુલ ગાંધી સમર્થન આપીશ કારણ કે હું તેમને નવા વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છું છું. તેઓ ઇમાનદાર વ્યકિત છે. અભિનંદન પાઠકે લખનૌ બેઠક પર ગૃહમંત્રી રાજનાથસિંહ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્ભ કર્યું છે. તેણે ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ભાજપ માટે પ્રચાર કર્યો હતો, પણ આ વખતે કોંગ્રેસ માટે પ્રચાર કરવાની વાત કરી છે.

READ ALSO

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva

કોરોના મહામારી વચ્ચે ફાર્મા એક્સપોર્ટમાં ઉછાળો, ભારતની આ દવાઓની વિશ્વમાં માંગ વધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!