GSTV

બાલાકોટ એરસ્ટ્રાઇકના ‘હીરો’ અભિનંદનને મળશે ‘વીર ચક્ર’ સન્માન

Last Updated on August 8, 2019 by Bansari

કેન્દ્ર સરકાર વાયુસેનાના પાયલટ, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રના સન્માનથી સન્માનિત કરવા પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર આતંકી કેમ્પો પર બોમ્બમારો કરનાર મિરાજ 2000ના અન્ય પાયલટોને પણ મેડલ આપવા પર વિચાર કરી રહી છે.

અભિનંદન પહેલાં શ્રીનગર એર બેસ પર વાયુસેનાના નંબર 51 સ્ક્વાડ્રનની સાથે તૈનાત હતાં પરંતુ સુરક્ષા કારણોથી કેટલાંક મહિના પહેલાં અન્ય બેસમાં  લઇ જવામાં આવ્યા.

iaf praising abhinandan

આ તે જ અભિનંદન છે જેની પ્રશંસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય વિંગ કમાન્ડરે પાકિસ્તાનમાં બંધક બનાવવા દરમિયાન જેવું શૌર્ય અને સંયમ દર્શાવ્યુ તે બાદ અભિનંદન શબ્દનો અર્થ જ બદલાઇ ગયો છે.

મોદીએ કહ્યું કે, આ દેશની આ જ તાકાત છે કે તે ડિક્શનરીના શબ્દોનો અર્થ બદલી નાખે છે. ક્યારેક અભિનંદનનો અંગ્રેજી અર્થ હતો ‘કોન્ગ્રેચ્યુલેશન’,  પરંતુ હવે તેનો અર્થ જ બદલાઇ જશે.

જણાવી દઇએ કે પુલવામા હુમલાના જવાબમાં બાલાકોટમાં હવાઇ લડાઇ દરમિયાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાની F-16 વિમાનને ધ્વસ્ત કરી નાંખ્યુ હતું.

સાથે જ મિગ પાકિસ્તાની સીમામાં પડ્યાં બાદ અભિનંદનને પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા. જો કે પછીથી તેમને સકુશળ ભારતને પરત સોંપવામાં આવ્યાં હતાં.

wing commander abhinandan

મહત્વનું છે કે વીર ચક્ર વીરતામાં મહાવીર ચક્ર બાદ આવે છે. આ સન્માન સૈનિકોને અસાધારણ વીરતા અથવા બલિદાન માટે આપવામાં આવે છે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!