રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના આજે અંતિમ સંસ્કાર થવાના છે..તે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેમના અંતિમ દર્શન કર્યા છે. તેમનો પાર્થિવ દેહ પણ અમદાવાદથી બાય રોડ રાજકોટ પહોંચ્યો છે. અને સીએમ રૂપાણી પણ રાજકોટ ખાતેના અભય ભારદ્વાજના નિવાસ સ્થાને પહોંચ્યા. સીએમ રૂપાણી ઉપરાંત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ પહોંચ્યા હતા.
સીએમ રૂપાણી ઉપરાંત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ પહોંચ્યા

નોંધપાત્ર છે કે અભય ભારદ્વાજનુ કોરોનાથી ચેન્નાઈની હોસ્પિટલમાં ગઈકાલે સાંજે નિધન થયું હતું . રાજકોટ તેમના નિવાસસ્થાને તેમના દેહને અંતિમદર્શન માટે રાખવામાં આવ્યો છે… ત્યાર બાદ કોવિડ ગાઈડલાઈન મુજબ કાલાવડ રોડ સ્થિત મોટા મવા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમયાત્રામાં 50 લોકો જ જોડાશે..
