GSTV

અલવિદા અભય ભારદ્વાજ/ અંતિમ યાત્રામાં સીએમ રૂપાણી સહિત કેબિનેટના પ્રધાનો જોડાયા, ગાઈડલાઈનના નિયમોનું કરાયું પાલન

રાજકોટ ખાતે ભાજપના સાંસદ અભય ભારદ્વાજની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં સીએમ વિજય રૂપાણી સહિત કેબિનેટના કેટલાક પ્રધાનો પણ સામેલ થયા હતા. ભાજપના સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા અભય ભારદ્વાજનો પાર્થિવ દેહ આજે સવારે અમદાવાદથી રસ્તાના માર્ગે રાજકોટ પહોંચ્યો હતો.

રાજકોટના અમીન માર્ગ સ્થિત સાગર ટાવર ખાતે અભય ભારદ્વાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. જ્યાં સીએમ રૂપાણી સહિતના પ્રધાનો, સાંસદ સભ્ય રમેશ ધડુક, પાર્ટીના આગેવાનો, તેમના સગાસંબંધીઓ અને પરિવારજનોએ અંતિમ દર્શન કર્યા હતા. જે બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને અભય ભારદ્વાજના પાર્થિવ દેહને કાલાવાડ રોડ પર મોટા મવા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવયો હતો.અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

ગુજરાતમાં ભાજપના રાજ્યસભાના સભ્ય તથા અગ્રણી ધારાશાસ્ત્રી રાજકોટના અભયભાઈ ભારદ્વાજ નું કોરોના પોઝિટિવ આવ્યા બાદ 93 દિવસની સારવારના અંતે ચેન્નઈ હોસ્પિટલમાં અવસાન થતાં આજે બપોરે તેમના પાર્થિવ દેહને રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અનેક લોકોએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

બપોરે અઢી વાગ્યા બાદ તેમના નશ્વર દેહ ના હજારો લોકોએ અંતિમ દર્શન કર્યા હતા અને પુષ્પાંજલિ આપી હતી ત્યારબાદ કોરોના ગાઈડલાઈન ધ્યાનમાં લઇ અંતિમયાત્રામાં ભારદ્વાજ પરિવાર ના સભ્યો તથા આપ્તજનો મર્યાદિત સંખ્યામાં જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ રાજેન્દ્ર ત્રિવેદી જયેશ રાદડિયાતેમજ ધારાસભ્યો અને સાંસદો, મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેકટર સહિતઅધિકારીઓ પણપણ હાજર રહ્યા હતા. અભય ભારદ્વાજને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ

Karan

ઈસ્કોન સંપ્રદાય પર શિક્ષિત યુવાનોને ગેરમાર્ગે દોરી વશીકરણનો આરોપ, પરિવારજનોએ મંદિરની બહાર નોંધાવ્યો વિરોધ

Ankita Trada

વડોદરાના જાંબુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!