GSTV
Bollywood Entertainment Trending

બોલિવૂડ વિશે આ ફેમસ એક્ટરે ખોલી નાખ્યો બીજો એક રાઝ, કટાક્ષમાં કહી નાખી આટલી મોટી વાત

બોલિવૂડ

બોલિવૂડના એક્ટર અભય દેઓલે બોલિવૂડમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે એક ગંભીર કટાક્ષ કર્યો છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ સગાવાદ અને ચમચાગીરી સામે દરરોજ આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક એક્ટર અને પ્રોડ્યુસર નવોદિતોને તક આપતા નથી અને માત્ર સ્ટાર કિડ્સને જ તક આપે છે તેવા આક્ષેપો વચ્ચે અભય દેઓલે નવા એંગલથી જ વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં પ્રચલિત ભ્રષ્ટ આચરણ અંગે તો કોઈ આખી ફિલ્મ બનાવી શકે તેમ છે.

View this post on Instagram

“Shanghai”, released in 2012. A contemporary Indian take on the Greek novel “Z” by author Vassilis Vassilikos. Directed by Dibakar Banerji this film puts systemic corruption in politics front and center, with devastating impact. Extremely relevant today. Looks like these days one could make a film about the corrupt practices of Bollywood! By the way, not sure if the current outrage will give rise to an independent Hindi film and music industry, without the unoriginal tag of “Bollywood”, but it sure feels good to hear loud voices from within the industry, risking their careers for the bigger “picture” (pun intended ?). (@priyasreedharan we gotta make another movie! What’s Wasim Khan’s Instagram handle?). #makingwhatbollywouldnt

A post shared by Abhay Deol (@abhaydeol) on

અભય દેઓલે 2012ની ફિલ્મ શાંઘાઈના શૂટિંગને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે ફિલ્મની રાજનીતિ ભ્રષ્ટાચારની આસપાસ જ ફરતી રહે છે. શાંઘાઈ 2012માં રિલીઝ થઈ હતી તે એક સમકાલીન ભારતીય લેખક વાસિલીસ વેસિલિકોસની ગ્રીક નવલકથા ઝેડ પર આધારિત હતી. દિવાકર બેનરજીની આ ફિલ્મ રાજકારણ અને પરંપરાગત ભ્રષ્ટાચાર વિશેની છે.  તે આજે પણ પ્રાસંગિક છે.  આજકાલ કોઈ પણ વ્યક્તિ બોલિવૂડની ભ્રષ્ટ નીતિઓ વિશે ફિલ્મ બનાવી શકે છે.

સુશાંતની આત્મહત્યા બાદ અભય દેઓલે કહી હતી આ વાત

અભય દેઓલે તાજેતરમાં સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડની અદર રહેલા દૂષણને બહાર લાવનારાઓની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આમ તો હું અત્યારે કહી શકું નહીં કે આ કારણસર સ્વતંત્ર હિન્દી ફિલ્મ અને સંગીતો જન્મ થશે પરંતુ એ સાંભળવામાં સારું લાગે છે કે લોકો હવે મોટા હેતૂ માટે પોતાની કરિયર દાવ પર લગાડીને પણ અવાજ ઉઠાવી રહ્યા છે.

બોલિવૂડમાં સગાવાદ સામે વિરોધ કરનારાઓમાં સોનુ નિગમ, અદનાન શામી, રણવીર શોરી અને સાહિલ ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંગના રણૌતે તો એટલી હદે વિરોધ કર્યો છે કે કદાચ તેની કરિયર જોખમમાં આવી જશે.

Read Also

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV