GSTV

આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, અંતિમયાત્રામાં માત્ર પરિવારના સભ્યો જ જોડાશે

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્રાજનું નિધન થતા હવે આવતીકાલે અભય ભારદ્રાજનો પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આવતીકાલે અંતિમ દર્શન માટે રાજકોટ ખાતેના નિવાસસ્થાન રખાશે. જો કે તેમની અંતિમ યાત્રામાં કોવિડની ગાઇડલાઇન પ્રમાણે માત્ર પરિવારજનો જોડાશે.

રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ અભય ભારદ્વાજનું નિધન થયું છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા બાદ અભય ભારદ્વાજની તબિયત લથડી હતી. જે બાદ તેમને ચેન્નઇની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા… જ્યાં છેલ્લા 2 મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. ચેન્નઇમાં સારવાર દરમ્યાન અભય ભારદ્વાજની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ આખરે તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભય ભારદ્વાજના નિધન પર શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે અભય ભારદ્વાજ પ્રખ્યાત વકીલ હતા અને સમાજની સેવામાં હંમેશા આગળ રહેતા. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે હંમેશા જુસ્સાદાર રહેતા એક તેજસ્વી વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ છે. તેમના પરિવારજનો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.

READ ALSO

Related posts

સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા

pratik shah

જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ

Mansi Patel

ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!