સીબીઆઇએ એબીજી શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર્સ પર આરોપ લગાવ્યો છે કે તેમણે કથિત રીતે 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નું કહેવું છે કે એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટર ઋષિ અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંકો સાથે 22,000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. એબીજી શિપયાર્ડ અને તેની ફ્લેગશિપ કંપની જહાજોના નિર્માણ અને સમારકામના વ્યવસાયમાં છે. આ શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરત ખાતે આવેલા છે. એસબીઆઈની ફરિયાદ મુજબ કંપનીએ તેની પાસેથી 2,925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે આઇસીઆઇસીઆઇ પાસેથી 7089 કરોડ, આઇડીબીઆઇના 3634 કરોડ, બેન્ક ઓફ બરોડાના 1614 કરોડ, પીએનબીના 1244 કરોડ અને આઇઓબીના 1228 કરોડ રૂપિયા બાકી છે.

18 જાન્યુઆરી, 2019 નાં રોજ સબમિટ કરવામાં આવેલ અર્નેસ્ટ એન્ડ યંગના ફોરેન્સિક રિપોર્ટનું ઓડિટ (એપ્રિલ 2012 થી જુલાઈ 2017) દર્શાવે છે કે, આરોપીઓએ કાવતરું ઘડ્યું અને નાણાં ટ્રાન્સફર કર્યા, અનિયમિતતાઓ અને ગુનાહિત કાવતરું કર્યું. CBI દ્વારા નોંધાયેલી FIR માં આ વાત કહેવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીનું કહેવું છે કે, આ છેતરપિંડી ફંડના ડાયવર્ઝન, નાણાંકીય અનિયમિતતા અને બેંક ભંડોળના ખર્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવી હતી.

કેન્દ્રીય તપાસ બ્યુરોએ હવે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તમામ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પહેલા હીરાના વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. નીરવ મોદીની દેશ અને વિદેશમાં પણ ઘણી સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. તેને લંડનથી ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. તે જ સમયે, વિજય માલ્યા પર લગભગ 9 હજાર કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો મામલો પણ ચર્ચામાં છે. તેને ભારત પ્રત્યાર્પણ કરવાની કવાયત અંતિમ તબક્કામાં છે.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા