GSTV
Gujarat Government Advertisement

બોમ્બે હાઈકોર્ટ તરફથી મળ્યો અર્ણબને મોટો ઝટકો, હમણા જેલની જ હવા ખાવી પડશે

Last Updated on November 9, 2020 by Pravin Makwana

બોમ્બે હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીને મોટો ઝટકો આપ્યો છે.જ્યાં કોર્ટમાં ગોસ્વામીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે અર્ણબને નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવા જણાવ્યુ છે. જણાવી દઈએ કે, અર્ણબ ગોસ્વામીને આત્મહત્યા માટે ઉકસાવવા બદલ ધરપકડ કરાઈ છે. આ અગાઉ અર્ણબને મુંબઈ સ્થિત તેના નિવાસથી રાયગઢ પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ પર લીધો હતો.

આ મામલામાં અર્ણબ ઉપરાંત અન્ય બે શખ્સ, ફિરોઝ શેખ અને નીતેશ સારદાને પણ અરેસ્ટ કરાયા છે. અર્ણબની વચ્ચગાળાના જામીન આપવાની માગ હતી. તથા ધરપકડને ગેરકાનૂની બતાવતા તેને કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.હાઈકોર્ટે કહ્યુ હતું કે, અરજીકર્તાને અસાધારણ ક્ષેત્ર અધિકાર અંતર્ગત છોડી મુકવાનો કોઈ આ મામલો નથી.

જેલર પર લગાવ્યો મારપીટનો આરોપ

સાથે જ કોર્ટે એવુ પણ કહ્યુ હતું કે, અર્ણબ રેગ્યુલર બેલ અપ્લાઈ કરી શકે છે. આ અગાઉ અર્ણબે અલીબાગ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અર્ણબને ગત રવિવારે અલીબાગથી તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અર્ણબે આરોપ લગાવ્યો હતો કે, જેલ સ્ટાફ તેની સાથે મારપીટ કરી રહ્યો છે. તથા વકીલ સાથે વાત પણ નથી કરવા દેતા તેવો પણ આરોપ લગાવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!