GSTV

અમદાવાદ : શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ એબી જવેલર્સ મનપાએ કર્યું સીલ

Last Updated on September 19, 2020 by

અમદાવાદ મનપા વધી રહેલા કોરોનાના કેસોને લઈને હરકતમાં આવી છે. જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમા પહેલા મનપાએ ચાની કીટલી પર થતા સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ કાર્યવાહી કરી હતી ત્યાર બાદ પાનના ગલ્લામાં પર કરવામાં આવતા નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી હાથ ધરી હતી, તો આજે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ એબી જવેલર્સને સીલ કરવામાં આવ્યું છે. એબી જવેલર્સમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોય સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે જેને લઈને તેને સીલ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલા 1432 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5 અને અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે…જેના કારણે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 3305 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 1470 દર્દીઓ સાજા થયા છે. આ સાથે આજદિન સુધીમાં કુલ 1 લાખ 2 હજાર 571 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 61 હજાર 432 ટેસ્ટ કરવામા આવ્યા છે.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!