GSTV
Home » News » AB de Villiersએ કરી સન્યાસની ઘોષણા, કહ્યું ‘હવે હું થાકી ગયો છું’

AB de Villiersએ કરી સન્યાસની ઘોષણા, કહ્યું ‘હવે હું થાકી ગયો છું’

સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન એ બી ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે. ડિવિલિયર્સે પોતે એક વિડિયો રિલિઝ કરીને આ અંગે જાણકારી આપી છે કે તેઓ તત્કાલ પ્રભાવથી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે. ડિવિલિયર્સ 34 વર્ષની નાની ઉંમરે ક્રિકેટને અલવિદા કહેવા જઇ રહ્યા છે.

વિડિયોમાં 34 વર્ષીય ડિવિલિયર્સે કહ્યું કે આ તેમની નિવૃત્તિ માટે યોગ્ય સમય છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી સ્ટાઇલીશ બેટ્મેન માંથી એક ગણાતા એબી ડિવિલિયર્સ 14 વર્ષ સુધી સાઉથ આફ્રિકાની ટીમનો મુખ્ય હિસ્સો રહ્યા છે. આ ઉપરાંચ ડિવિલિયર્સે 78 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

આફ્રિકન ટીમ સાથે ડિવિલિયર્સે જે મેદાનેથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી આજે તે જ ગ્રાઉન્ડ પર નિવૃત્તીની ઘોષણા કરતા તેમણે કહ્યું કે, 14 વર્ષ સુધી દેશ માટે રમ્યા બાદ હવે સમય આવી ગયો છે કે અન્ય લોકોને તક આપવી જોઇએ. મે મારુ કામ કર્યુ છે અને સાચુ કહુ તો હવે હું થાકી ગયો છુ. ઉલ્લેખનીય છે કે ડિવિલિયર્સના નામે ટેસ્ટમાં 191 ઇનિંગમાં 8765 રન કર્યા છે જ્યારે વનડેમાં 218 ઇનિંગમાં તેમણે 9677 રન કર્યા છે.

Related posts

No Entry : ટ્રમ્પના કાફલામાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર ‘OUT’

Mayur

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!