GSTV

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

Last Updated on July 28, 2021 by pratik shah

વાવના માડકા ગામમાં ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોને વારંવાર રજુઆત કરવા છતાં રસ્તાનો કોઈ નિર્ણયના આવતા આખરે ખેડૂતો દ્વારા પાંચ લાખના ખર્ચે જાતે રસ્તો બનાવ્યો છે. વાવ તાલુકાના માડકા ગામે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ રસ્તા બાબતે રાજકીય આગેવાનો અને ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિર્ણય ના આવતા આખરે ખેડૂતોએ જાતે મજૂરી કરી પાંચ લાખના ખર્ચે મેટલ અને માટી કામ કર્યું હતું.

માડકાના યુવાન હમીરજી રાજપૂતે જણાવ્યું

માડકાના યુવાન હમીરજી રાજપૂતે જણાવ્યું હતું કે ૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં અમને નેતાઓએ વચન આપ્યું હતું અમે રસ્તો બનાવી આપીશું પણ આજ દિન સુધી રસ્તાનું કોઈ ઠેકાણું ના પડતા આખરે બધા સાથે મળી ખેડૂતોએ જાતે પાંચ લાખથી વધુના ખર્ચે આ રસ્તામાં માટીકામ અને મેટલ કામ ૨ કિલોમીટરનું કરવામાં આવ્યું છે.

૩૦૦ લીટરથી વધુ દૂધ ભરાવવા પશુ પાલકો ગામમાં આવે

આ રસ્તા પર રોજનું ૩૦૦ લીટરથી વધુ દૂધ ભરાવવા પશુ પાલકો ગામમાં આવે છે. ગામના ૩૫ જેટલા વિધાર્થીઓને અભ્યાસ કરવા આવવા જવામાં ચોમાસામાં સમસ્યા સર્જાતી હોવાથી ખેડૂતોએ સરકારની આશા છોડીને રોડનું કામ જાતે જ કરવાની ફરજ પડી છે.

READ ALSO

Related posts

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

માસ્ટર માઇન્ડ ગુજરાતી: એક ફોન કૉલથી 4000 અમેરિકનોને બાટલીમાં ઉતારી દીધાં, આ ટ્રિકથી પડાવ્યાં અધધ 1 કરોડ ડોલર

Bansari

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!