GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

આત્મનિર્ભર ભારત બનાવવા પહેલા ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડે, ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ

ભારતને આત્મનિર્ભર બનાવતા પહેલા ગુજરાત અને ભારતના ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડશે. બીજું, રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે યુરિયા અને પોટાશ સહિતના ખાતરોના ભાવમાં ભયંકર વધારો આવી ગયો હોવા છતાંય ભારત સરકાર ખેડૂતને જરાય મુશ્કેલી પડવા દેશે નહિ. ગયા વરસે ખાતરની સબસિડી પેટે ભારત સરકારે રૃ. ૧.૦૮ લાખ કરોડ આપ્યા હતા. આ વર્ષે ખાતરો મોંઘા થતાં સબસિડીનો બોજો રૃા. ૨ લાખ કરોડથી પણ વધી જવાની સંભાવના છે, પરંતુ ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ.

ખેડૂતો

ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા સહકારથી સમૃદ્ધિ સુધીના સંમેલનને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસ્તુત જાહેરાત કરી હતી. આ સાથે જ ગુજરાતના છ ગામોમાં સંપૂર્ણ કોઓપરેટીવ વ્યવસ્થાને અમલમાં મૂકીને મોડેલ કોઓપરેટીવ વિલેજનું નિર્માણ કરવામાં આવશે. આઝાદી પૂર્વે અસહકાર આંદોલનથી આગળ આવ્યા હતા, આઝાદી બાદ સહકારથી સમૃદ્ધિ તરફ કૂચ કરવાની છે. 

યુરિયાના વપરાશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

સહકારી સમેલનને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે યુરિયાના વપરાશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પરંતુ કૃષિ ઉપજમાં ત્રીજા ક્રમે છે. આ યુરિયાના ભાવ સતત વધી રહ્યા છે. રૃા. ૩૫૦૦ના મૂલ્યની યુરિયાની બેગ માત્ર રૃા. ૩૦૦માં ખેડૂતને આપવામાાં આવે છે. તેના પર ચૂકવવાના થતાં રૃા. ૩૨૦૦નો બોજ કેન્દ્ર સરકાર વેૅઢારે છે. ભારતની યુરિયાની કુલ જરૃરિયાતના ૨૫ ટકા યુરિયા ભારત આયાત કરે છે. પરંતુ યુદ્ધને કારણે તેના ભાવ વધી જાય તો પણ ભારત સરકાર ખેડૂતોને જરાય તકલીફ ન પડવા દેવા વચનબદ્ધ છે. આ યુરિયાના કાળાં બજાર કરવામાં આવતા હતા. તેથી ૨૦૧૪માં ભાજપની કેન્દ્રમાં સરકાર આવી તે પછી તેને નિમ કોટેડ યુરિયામાં કન્વર્ટ કરી દઈને કાળાં બજાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે ડીએપી, પોટાશ અને ફોસ્ફેટ જેવા ખાતરોની બાબતમાં તો ભારત સંપૂર્ણપણે વિદેશથી આયાત પર જ નિર્ભર છે.યુદ્ધને કારણે તેના પણ ભાવ વધી ગયા છે.પહેલા ડીએપીની થેલીદીઠ રૃા. ૫૦૦ની સબસિડી આપવી પડતી હતી. આ સબસિડીનો બોજે હવે રૃા. ૨૫૦૦નો થઈ ગયો છે. આ બર્ડન પણ ભારત સરકાર જ લઈ લેવા તૈયાર છે. પોટાશ અને ફોસ્ફેટનો બોજ પણ સરકાર વહન કરી લેવા તૈયાર છે. આ માટે જરૃર પડયે રૃા. ૨ લાખ કરોડની સબસિડી પણ આપવામાં આવશે.૨૧મી સદીમાં ભારત વિદેશ પર નિર્ભર રહે તે ઉચિત નથી. દેશના ખેડૂતોની તાકાત વધારવા માટે સરકાારે જે કરવું પડશે તે બધું જ કરી છૂટશે. તેનાથી વિદેશી હૂંડિયામણની પણ બચત થશે. બાયોફ્યુઅલ અને ગ્રીન હાઈડ્રોજન બનાવવાનો પ્રયાસ પણ આ જ હેતુથી કરવામાં આવી રહ્યોછે.

ભવિષ્યમાં આ નોબત ન આવે તે માટે ભારત સરકાર તેના ઉત્પાદનના પણ આયોજન કરે છે. ખાતરની જેમ ખાદ્યતેલની બાબતમાં પણ આત્મનિર્ભર બનવા પ્રયાસ કરી રહ્યા છે. તેલ અને રાસાયણિક ખાતરમાં આત્મ નિર્ભર બનીને ભારત વિદેશી હૂંડિયામણની પણ ખાસ્સી બચત કરશે. સહકારી ક્ષેત્રએ ડેરી, ખાંડ ઉદ્યોગ અને બૅન્કિંગમાં સારુ કાઠું કાઢ્યું છે. હાઉસિંગ કોઓપરેટીવ સોસાયટીનો પણ ગુજરાતમા ંજ પહેલો આરંભ થયો છે. અમદાવાદની પ્રીમત નગર હાઉસિંગ સોસાયટી તેનું પહેલું ઉદાહરણ છે. ફળ અને શાકભાજીના ક્ષેત્રમાં પણ સહકારની ભાવનાને વધુ આગળ લઈ જવાની જરૃર પર તેમણે ભાર મૂક્યો હતો. 

ખેડૂતો

ડેરી ઉદ્યોગ સહકારી સફળતાનું મોટું ઉદાહરણ છે. સહકારી ક્ષેત્રની અમૂલ બ્રાન્ડ આજે દેશ જ નહિ, દુનિયાભરમાં જાણીતી છે. ગુજરાત દૂધ ઉત્પાદનમાં મોખરાને સ્થાને છે. દેશમાં વરસે રૃા. ૮ લાખ કરોડનું દૂધનું ઉત્પાદન થાય છે. તેમાં મહિલાઓનો મોટો ફાળો છે. ગ્રામીણ વિસ્તરને સમૃદ્ધ બનાવવામાં સહકારી ક્ષેત્રનું યોગદાન ઘણું જ મોટુ ંરહ્યું છે. ગુજરાતની ૭૦ લાખ મહિલાઓ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી હોવાથી ગુજરાતના ૫૦ લાખ પરિવારો સમૃદ્ધ બન્યા છે. નાના ખેડૂતોને અને વેપારીઓને વેચાણની સારી તક મળે તે માટે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) ચાલુ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગ્રામીણ અર્થતંત્રનો ધબકાર ગણાતા સહકારી ક્ષેત્રએ જ ખેડૂતો, ગરીબો, દલીતો અને મહિલાઓ પગભર થયા છે. ગુજરાતના સહકારી ક્ષેત્રએ મહિલાઓના સશક્તિકરણની એક મિશાલ બનાવી છે.ગુજરાતમાં ૮૩ હજારથી વધુ સહકારી મડળીઓ સાથે ૨.૩૧ કરોડ સભાસદો જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રના સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાતની સહકારી  સંસ્થાઓના આગેવાનોના આજે મહાત્મા ગાંધી મંદિરમાં યોજાયેલા સમંમેલનમાં ૭૦૦૦ સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથેની ટોપી અને કેસરિયા ખેસ પહેરીને મહાત્મા ગાંધી મંદિરમાં ઉપસ્થિત થયા હતા. સહકાર સેલના પ્રમુખ બિપીન પટેલની સૂચનાથી સહુ કેસરિયા ટોપી પહેરીને ઉપસ્થિત થયા હતા.

લિક્વિડ યુરિયાના પ્લાન્ટનું વર્ચ્યુલ લોકાર્પણ કરાયું 

વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇ-લોકાર્પણ કર્યું હતું. રૃા. ૧૭૫ કરોડના ખર્ચે તૈયારકરવામાં આવેલા  પ્લાન્ટમાં રોજના ૫૦૦ મિલિલીટરની ૧.૫૦ લાખ બોટલ યુરિયા તૈયાર થશે. આ એક બોટલ ૫૦ કિલોની યુરિયાની એક બોટલ જેટલું જ પોષણ પ્લાન્ટ્સને આપશે. આ પ્રકારના બીજા ૮ પ્લાન્ટ દેશમાં સ્થાપવામાં આવશે. નેનો યુરિયાલ પાણી, હવા અને માટેના પ્રદૂષણને પણ ઓછું કરશે.

સહકારીતાનું સફળ મોડેલ હંમેશા ગુજરાતે જ આપ્યુ છેઃ અમિત શાહ

સહકારીતાનું સફળ મોડેલ હંમેશા ગુજરાતે જ આપ્યું છે. પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને સ્વાવલંબી પણ સહકારથી જ બની શકી છે. ખાંડ સહકારી મંડળીઆનો નફો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય ત્યારે તેનો પર આવકવેરાનો લાગતો હતાા. આ વેરો બજેટમાં જોગવાઈ કરીને દૂર કરી દઈ ખેેડૂતોના રૃા. ૮૦૦૦ કરોડની બચત પણ ભારત સરકારે કરી આપી હોવાનું કેન્દ્રના સહકાર મંત્રી અમિત શાહે આજે મહાત્મા મંદિરમાં સહકારથી સમૃદ્ધિના સંમેલનને સંબોધન કરતાં જણાવ્યું હતું. આવકવેરા સાથે લેવામાં આવતા સરચાર્જમં પણ રાહત કરી આપી છે. તેમણે કહ્યું હતું કે ક્રેડિટ ગેરેન્ટીની દરેક યોજનાઓ સહકારી બૅન્કોના માધ્યમથી અમલ કરાવવાનું આયોજન  કરાયું છે. જિલ્લા, રાજ્ય સહકારી બેન્ક અને નાબાર્ડનું એક જ સોફ્ટવેર આવી જતાં તેમાં પારદર્શકતા વધશે. સહકારી નીતિ તૈયાર કરવા માટે દરેક સંબંધિતો પાસે વેબસાઈટ પર સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓની કામગીરી પારદર્શક બનાવવા માટે નાબાર્ડ અને ભારત સરકાર તથા કૃષિ સહકારી મંડળીઓને સાંકળતું એક ત્રિસ્તરીય સોફ્ટવેર તૈયાર કરીન ેદરેક સંસ્થાના કોમ્પ્યુટરાઈઝેશનનું આયોજન અમલમાં મૂકીને તેમાં પારદર્શકતા લાવ્યા છીએ. સહકારી ક્ષેત્રની રિક્રૂટમેન્ટ અને પરચેઝમાં પણ તેની સાથે પારદર્શકતા આવી જશે.

અમૂલ ઓર્ગેનિક પાકને સર્ટિફાય કરી આપતી લેબ ચાલુ કરશે

દેશ અને દુનિયામાં ઓર્ગેનિક ઉપજનું સારુ મૂલ્ય મળી રહ્યું હોવાથી અમૂલ ડેરીના સંચાલકો ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં ઓર્ગેનિક ક્રોપને સર્ટિફાય કરી આપવા માટે લેબોરેટરીઓ ચાલુ કરશે. દરેક જિલ્લાના સ્તરે આ પ્રકારની લેબોરેટરીઓ ઊભી કરવામાં આવશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed

રાજીવ ગુપ્તાની નિવૃત્તિ પછી કેટલાક IAS અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હવાલો જોઈએ છે

GSTV Web Desk
GSTV