GSTV

ગુજ્જુ એક્ટ્રેસનો સેક્સી પૉલ ડાન્સ, Video જોઇને ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી

ટેલીવિઝન એક્ટ્રેસ આશકા ગોરાડિયા પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે. હાલમાં જ આશકાએ પોતાના ઈન્સટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમા તે પોલ ડાંસ કરતા નજરે આવી રહી છે. આશકાની એક વીડિયોને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

વીડિયોમાં આશકાનો હોટ અંદાજ જોઈને ફેન્સ એકવાર ફરી તેમના દીવાના બની ગયા છે. આશકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યોં છે.

ટીવી શૉ નાગિન ફેમ એક્ટ્રેસ આશકા ગોરડિયાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોલ ડાન્સના વીડીયોઝ અને ફોટોઝ શેર કર્યા છે. આ વીડિયોમાં આશકાનો સેન્શુઅસ અંદાજ જોવા મળી રહ્યો છે. તેની આ તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે.

આશકાએ સોની ટીવી પર કુસુમ (2003-2005)માં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભુમિકા ભજવ્યાં બાદ આશકા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.

નાગિનમાં તેના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. અસલ જીવનમાં પણ આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. 2012માં આશકાએ કલર્સ ટીવીના રિયાલીટી શૉ બિગ બૉસ 6માં કન્ટેસ્ટન્ટ બનીને આવી હતી.

આશકાનો જન્મ અમદાવાદમાં જ થયો હતો. આ ગુજ્જુ ગર્લે 1 ડિસેમ્બર 2017ના રોજ પોતાના બૉયફ્રેન્ડ બ્રેંટ ગોબલે સાથે અમદાવાદમાં જ એક અંગત સમારોહમાં લગ્ન કર્યા હતા.

આશ્કા અને બ્રેન્ટના લગ્નમાં આશ્કાના ખાસ મિત્રો કવિતા કૌશિક, મૌની રોય અને એબિગેલ પાંડે પણ હાજર રહ્યાં હતાં.

જણાવી દઇએ કે આશકા અને તેના પતિ બંને પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. એક્રોયોગા કરતાં અભિનેત્રીએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

થોડા દિવસો પહેલા પતિ બ્રેટ ગોબલેની સાથે એક્રોયોગા કરતો આશકાનો એક વીડિયો ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva

અમદાવાદ મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે, સીએમ રૂપાણીએ કામગીરીની કરી સમીક્ષા

Nilesh Jethva

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક તરીકે થાય છે ઉલ્લેખ, જાણો તેનાં ગુણકારી ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!