GSTV
Gujarat Government Advertisement

વિધાનસભા ચૂંટણી/આસામ-પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન શરુ, મતદાન મથકો પર સવારથી લાગી લાઈનો

ચૂંટણી

Last Updated on March 27, 2021 by Damini Patel

પશ્વિમ બંગાળ અને આસામમાં આજે વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને સવારથી મતદાન મથકો પર લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે. પશ્વિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયુ છે. અહીં પહેલા તબક્કામાં કુલ 30 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. તો આસામમાં 47 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. બંગાળમાં સાજે 6.30 વાગ્યા સુધી મતદાર મતદાન કરી શકશે. તો આસામમાં સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કામાં પુરૂલિયા, બાંકુરા, પૂર્વ મેદિનીપુર જિલ્લાની બેઠક પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે.

આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન

આસામ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સવારથી મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી છે…આસામની કુલ 126 બેઠકોમાંથી 47 પર પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે. જેમાં આસામના વર્તમાન મુખ્ય પ્રધાન સર્બાનંદ સોનોવાલ, સ્પીકર હીતેન્દ્રનાથ ગોસ્વામી, રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રીપુન બોરાહ અને અનેક પ્રધાનોનું ભાવી પણ આ પ્રથમ તબક્કામાં નક્કી થઈ જસે…આસામમાં પ્રથમ તબક્કામાં જે 47 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે.. તેમાં ભાજપ, એજીપી ગઠબંધન અને કોંગ્રેસનું વિપક્ષ ગઠબંધન એમ ત્રિપાંખીયો જંગ થવાની શક્યતાઓ છે. આસામમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે જેમાં પ્રથમ તબક્કામાં 47 બેઠકો પર 264 ઉમેદવારો છે..અને તેમાં 23 મહિલાઓ છે તેમનું ભવિષ્ય નક્કી થશે.

  • કુલ ૧૨૬માંથી પ્રથમ તબક્કામાં ૪૭ બેઠકો પર મતદાન
  • ૨૬૪ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે સીલ
  • પ્રથમ તબક્કામાં ૨૩ મહિલા ઉમેદવારો પણ મેદાને
  • ભાજપ, એજીપી ગઠબંધન અને

પશ્વિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ છે..સવારથી મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી રહી છે..કોરોનાકાળમાં ચંટણીને લઈને મતદાન મથકો પર કોવિડ 19ના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વધુમાં વધુ મતાદન માટે અપીલ કરી છે. આસામમાં પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન છે..અને 73 લાખથી વધુ મતદારો 191 ઉમેદાવારોના ભાવિનો નિર્ણય કરશે.

  • પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન
  • બંગાળની ૩૦ અને આસામની ૪૭ બેઠક પર મતદાન
  • બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો જંગ

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!