GSTV
India News ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં પૂરથી વધુ પાંચના મોત, મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં છેલ્લા ઘણા દિવસોથી મુશળાધાર વરસાદ કહેર બનીને તૂટી રહ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, આકારણે રાજ્યના સંખ્યાબંધ નિચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ઘુસી ગયું છે, પૂરના કારણે આસામમાં પાંચ વધુ લોકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ રાજ્યાના 25 જિલ્લાઓમાં પૂરના કારણે 22 લાખથી વધુ લોકોને અસર થઈ છે.

આસામમાં ભારે પૂર

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બારપેટા, કચર, દરંગ, કરીમગંજ અને મોરીગાંવ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ડૂબી જવાથી ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ અન્ય બે જિલ્લામાંથી બે લોકો ગુમ હોવાનું કહેવાય છે.

મૃત્યુઆંક 126 પર પહોંચ્યો છે

આસામમાં પૂરને કારણે 5 નવા મૃત્યુ સાથે, આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં કુલ મૃત્યુઆંક હવે 126 પર પહોંચી ગયો છે. ASDMA દ્વારા જારી કરાયેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે બજલી, બક્સા, બરપેટા, કચર, ચિરાંગ, દરંગ, ધેમાજીમાં પૂરને કારણે 22,21,500 થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

સૌથી વધુ અસર બારપેટામાં થઈ

મળતી માહિતી મુજબ, બરપેટા પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે જ્યાં સાત લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ પછી નાગાંવમાં 5.13 લાખથી વધુ લોકો, કચર જિલ્લામાં 2.77 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે પૂર વચ્ચે કચરમાં સિલ્ચર અને કામરૂપમાં હાજોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી અને મદદ પૂરી પાડતી એજન્સીઓને વહેલી તકે મદદ સુનિશ્ચિત કરવા સૂચનાઓ જારી કરી.

25 જિલ્લામાં પૂરને કારણે 22 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. આસામ સત્તાધીશોએ જમાવ્યું હતું કે, બારપેટા, કછાર, દરાંગ, કરીમગંજ અને મોરીગાંવ જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં પૂરને કારણે પાંચ લોકો ડુબી ગયા હતા. જાણકારી મુજબ હજુ પણ બે લોકો લાપતા છે. બરપેટામાં સૌથી વધુ 7 લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. નાગાંવમાં 5 લાખ, કછાર જિલ્લામાં 3 લાખ લોકો અસર પામ્યા છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી મદદ માટે આદેશો આપ્યા હતા.

READ ALSO

Related posts

ચોરીની ઘટના/ ફ્લિપકાર્ટ કંપનીની ડિલિવરી એજન્સીમાં ગન પોઇન્ટ પર 19 લાખની લૂંટ, બાઈક સવારો ફરાર

Binas Saiyed

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV