GSTV

Drugs Case: ચેટથી થયો ખુલાસો, આર્યને અનન્યાને આપ્યો ડ્રગ પેડલરનો નંબર, અભિનેત્રીએ કીધું કે હું ‘ડ્રગ્સ ટ્રાય કરવા ઈચ્છું છું’!

Last Updated on October 22, 2021 by pratik shah

બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં હવે વધુ એક સ્ટાર કિડ અને એક્ટ્રેસ અનન્યા પાંડેનુ નામ ઉછળ્યુ છે. એક્ટર ચંકી પાંડેની પુત્રી અનન્યાને એનસીબી દ્વારા ગઈકાલે અને હવે આજે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સૂત્રોનુ કહેવુ છે કે, 21 ઓક્ટોબરે એટલે કે ગઈકાલે જે પૂછપરછ કરવામાં આવી હતી તેમાં કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે.

આર્યન અને અનન્યા વચ્ચેની સૌથી મોટી લિન્ક બંને વચ્ચેની વોટએપ ચેટ છે. એક ન્યૂઝ ચેનલના દાવા પ્રમાણે આ ચેટમાં આર્યન અને અનન્યા ગાંજા માટે વાતચીત કરી રહ્યા છે. આર્યન પૂછે છે કે, ગાંજાનો જુગાડ થઈ શકે તેમ છે ત્યારે અનન્યા જવાબ આપે છે કે, હું એરેન્જ કરી દઈશ.

સલમાન

એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી હતી અને તેના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું તો માત્ર મજાક કરી રહી હતી. જો કે સતત સવાલોના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું આર્યન સાથે જે વાતચીત કરી રહી હતી તે સિગારેટને લઈને હતી. ડ્રગ્સને લઈને અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

જ્યારે અનન્યાને પૂછવામાં આવ્યુ હતુ કે, શું તે ડ્રગ્સ લીધુ છે ત્યારે તેણે સાફ ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અનન્યા પિતા ચંકી પાંડે સાથે ગઈકાલે એનસીબી ઓફિસ પર પહોંચી હતી. તે બહુ નર્વસ હતી અને ચંકી પાંડેને વળગીને રડી પડી હતી. એ પછી એનસીબીના અધિકારીએ તેની સાથે સવાલ જવાબ કર્યા હતા.

એનસીબીએ તેનો ફોન પણ જપ્ત કરી દીધો છે. એનસીબીની પૂછપરછના કારણે અનન્યાનુ શૂટિંગ પણ રોકાઈ ગયુ છે. અનન્યા પાંડે અને આર્યન ખાન સારા દોસ્ત છે. શાહરૂખની પુત્રી પણ અનન્યાની ફ્રેન્ડ છે.

શું અનન્યાએ એરેન્જ કર્યું ડ્રગ્સ?

એ મળતી માહિતી પ્રમાણે આર્યન ખાન અને અનન્યા પાંડેની એક ચેટમાં એક મેસેજમાં આર્યન-અનન્યાને ગાંજાને લઈને વાત કરી રહ્યો હતો. આર્યને પૂછ્યું કે કંઈ જુગાડ થઈ શકે છે? અનન્યાએ જવાબ આપ્યો હતો કે હું ગોઠવણ કરી દઈશ.NCBએ આ મેસેજ વંચાવ્યો અને સવાલ પૂછયો કે જેના પર અભિનેત્રીએ જવાબ આપ્યો કે હું તો માત્ર મજાક કરી રહી હતી.

READ ALSO

Related posts

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!