GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

એક દાયકા બાદ બોલિવુડમાં વાપસી કરી રહી છે આ ફેમસ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ, ફર્સ્ટ ટીઝર રિલીઝ

બોલિવુડ

સુસ્મિતા સેને લગભગ એક દાયકા બાદ બોલિવૂડમાં પરત ફરવા માટે સજ્જ થઈ રહી છે. તેની બીજી ઇનિંગ્સ રમવા માટે એક સમયની લોકપ્રિય અને સોહામણી એક્ટ્રેસ સુસ્મિતા તૈયાર થઈ રહી છે. તાજેતરમાં જ તેણે તેની આગામી વેબ સિરીઝ આર્યાનો ફર્સ્ટ લૂક શેર  કર્યો છે. સુસ્મિતા આ ફર્સ્ટ લૂકમાં એથ્લેટિક જેવી નજરે પડે છે. તેને રોપ પર ચડી રહેલી જોઈ શકાય છે. તેણે જારી કરેલા વીડિયોમાં તે એરિયલ વર્કઆઉટ કરી રહી છે. સુસ્મિતા તેના લૂકથી જ ફેન્સને પ્રભાવિત કરી રહી છે.

ક્રાઇમ ડિટેક્ટિવ તરીકે જોવા મળી શકે છે

 એમ મનાય છે કે આ વેબ સિરીઝમાં તે ક્રાઇમ ડિટેક્ટિવ તરીકે જોવા મળશે. જોકે આ પહેલી વાર નથી જ્યારે સુસ્મિતા આ પ્રકારની પડકારજનક ભૂમિકા અદા કરી રહી હોય. અગાઉ તે ફિલ્મ સમયમાં એસીપી માલવિકા ચોહાણનો રોલ નિભાવી ચૂકી છે. એ ફિલ્મમાં તે એસીપી માલવિકા ચૌહાણ તરીકે એક બિઝનેસમેનની હત્યાનો ઙેદ ખોલી રહેલી દેખાઈ હતી. તેના ફેન્સ એવી આશા રાખી રહ્યા છે કે આ વેબ સિરીઝમાં પણ સુસ્મિતા કોઈ ખાસ અવતારમાં દેખા દેશે.

રામ માધવાણી કરી રહ્યા છે ડાયરેક્શન

સુસ્મિતાની નવી વેબ સિરીઝનું ડાયરેક્શન રામ માધવાણી કરી રહ્યા છે. તેમણે જ 2016માં આવેલી સોનમ કપૂરની ફિલ્મ નિરજાનું ડાયરેક્શન પણ કર્યું હતું. સુસ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં આવી હતી. જેના પાંચ વર્ષ બાદ તે એક બંગાળી ફિલ્મ નિર્બાકમાં પણ જોવા મળી હતી.

સુસ્મિતા સોશિયલ મીડિયાથી દૂર રહી નથી

જોકે દસ વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહેવા છતાં સુસ્મિતા સોશિયલ મીડિયાથી દૂર રહી નથી. તેમાં તે અત્યંત સક્રિય છે. તે તેના બોય ફ્રેન્ડ રોહન સાથે ફોટો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેના ફિટનેસ શિડ્યુલ અને તેના બાળકોની તસવીરો પણ શેર કરતી રહે છે.

Read Also

Related posts

કોંગ્રેસે નાની વયમાં જ ઘણુ બધુ આપ્યું પણ પાયલટ ભાજપથી થયા છે ભ્રમિત

Pravin Makwana

Health Tips: હેલ્થની સાથે સાથે ત્વચાનું પણ સંભાળ રાખે છે આ 5 ચીજો, સ્વાસ્થય વર્ધક

pratik shah

અયોધ્યા પર આપેલા નિવેદન બાદ ફજેતી થતાં નેપાળના વિદેશ મંત્રાલયને આગળ આવવુ પડ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!