GSTV

ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિંચે જણાવી પોતાના મનની વાત, વર્લ્ડ કપ બાદ આ વર્ષે લેશે સંન્યાય

ઓસ્ટ્રેલિયાના લિમિટેડ ઓવર્સ ટીમના કેપ્ટન એરોન ફિંચે કબૂલ્યું હતું કે, તેમની ટેસ્ટ કારકિર્દી પૂરી થઈ ચૂકી છે અને તેનું હવે લાંબા ગાળાના ફોર્મેટમાં રમવું તે વાસ્તવિકતાની બહાર છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં ત્રણ વન-ડે અને ત્રણ T-20 મેચની સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમ ઇંગ્લેન્ડ પહૉંચી ગઈ છે. ફિંચે કહ્યું છે કે, તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂરતી મેચ રમી રહ્યો નથી, જેથી ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે.

ઓસ્ટ્રેલિયા પાસે ખરેખર ઘણા સારા બેટ્સમેન છે

ફિંચે કહ્યું છે કે વર્ષ 2023માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ તેની છેલ્લી ટુર્નામેન્ટ હોઈ શકે. જ્યાં સુધી રેડ બોલ ક્રિકેટની વાત છે, મારું ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં રમવું શંકાસ્પદ છે.’ તેમણે કહ્યું છે કે, ‘હું બે બાબતોને ધ્યાનમાં લીધા બાદ આ કહું છું.’ પહેલું એ કે, હું મારા દાવાને મજબૂત કરવા માટે ચાર દિવસીય મેચ ઓછી રમ્યો છું અને બીજુ યુવાન બેટ્સમેન સામે આવી રહ્યા છે. ટોચના ક્રમમાં ઓસ્ટ્રેલિયા પાસે ખરેખર ઘણા સારા બેટ્સમેનો છે.’

અગાઉ ઇંગ્લેન્ડમાં ખૂબ સફળ રહ્યો

ફિંચ તેની કરિયરમાં માત્ર પાંચ ટેસ્ટ મેચ રમ્યો છે, જ્યારે તેણે અત્યાર સુધીમાં 126 વન-ડે અને 61 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમણે કહ્યું છે કે, ‘પ્રતિભાની કોઈ અછત નથી અને તેથી પ્રમાણિકતાથી કહું છું કે મને નથી લાગતું કે મારા માટે કોઈ તક છે. 33 વર્ષીય બેટ્સમેન એરોન ફિંચ અગાઉ ઇંગ્લેન્ડમાં ખૂબ સફળ રહ્યો છે. તે ઈંગ્લેન્ડમાં વન-ડેમાં 1000 રન પૂરા કરવાથી માત્ર 28 રન દૂર છે. ફક્ત રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને માઇકલ ક્લાર્કે જ તેના કરતા વધુ રન બનાવ્યા છે. ફિંચે કહ્યું છે કે, ‘હું અહીં ક્લબ ખેલાડી તરીકે આવ્યો હતો ત્યારથી મને અહીં બેટિંગ કરવાનું પસંદ છે કારણ કે મને લાગે છે કે ટી20માં છ કાઉન્ટી સિઝનમાં રમવા અને કેટલીક ચાર દિવસીય મેચોમાં ભાગ લેવાથી મદદ મળી હતી.’

READ ALSO

Related posts

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

Bansari

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!