GSTV

કુલદીપનો સામનો કરતા ઓસી. બેટસમેનનું દિમાગ ભટકી ગયુ!

Last Updated on October 8, 2017 by

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે સિરીઝમાં શાનદાર બોલિંગ કર્યા બાદ તેની બોલિંગે પ્રતિસ્પર્ધી બેટસમેનોને પણ વિચારમાં મૂકી દીધા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન એરોન ફિન્ચે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે, કુલદીપ યાદવનો સામનો કરતા સમયે તેનું દિમાગ થોડુ ભટકી ગયું હતું. એટલા માટે તે આઉટ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી-20 મેચમાં ફિન્ચ 42 રન બનાવી કુલદીપ યાદવની બોલિંગમાં ક્લિન બોલ્ડ થયો હતો.

ફિન્ચે કહ્યું કે, મને લાગ્યું કે, અહીંયા સ્વિપ કરવું એક સુરક્ષિત વિકલ્પ છે. આનાથી હું સ્ટ્રાઇક હટાવી શકતો હતો અને ખાલી જગ્યામાં રમી બોલને સીમા રેખાની પાર મોકલી શકતો હતો. જે બોલ પર હું આઉટ થયો તેમાં મારું દિમાગ થોડુ ભટકી ગયું હતું. એ બોલ પર પહેલા હું સ્વીપ કરવા માંગતો હતો પરંતુ, પછી બોલને લેગમાં ચિપ કરવાના પ્રયાસમાં હું આઉટ થયો હતો. રમતમાં આવું થાય છે. ખાસ કરીને ટ્વેન્ટી-20માં.
.
ફિન્ચે કહ્યું કે, જે બોલ પર હું આઉટ થયો તેના પર ચિપ કરવાની જગ્યાએ સ્વીપ કરવું સુરક્ષિત વિકલ્પ હોય છે. આ વિકેટ પર ઉછાળની જાણ લગાવવી મુશ્કેલ હતી. કંઇક વધારે જ મુશ્કેલ. વધુમાં તેણે કહ્યું કે, ટીમના સ્થાયી કપ્તાન સ્ટિવ સ્મિથના ખભામાં ઇજાના કારણે તે સિરીઝની બહાર થતાં તેની મેચમાં ખોટ સાલી હતી. આ ખરેખર નિરાશાજનક છે કે, આવી સિરીઝમાં તે રમી શક્યો નથી. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટસમેનોમાંથી એક છે. શાનદાર કપ્તાન છે. જો તે ટીમમાં હોત તો સારું હોત.

 

Related posts

પહેલા ગાયનો ખોળોભર્યો અને હવે વાછરડાને પારણે ઝુલાવી નામકરણ, વાંચો શું છે આ અનોખો મામલો

Vishvesh Dave

Instagram પર live આત્મહત્યા / ‘રાજભા… એલસીબી સ્ટાફ… તથા ગોવિંદના ત્રાસથી હું દવા પીઉ છું…’ એવુ કહ્યા પછી જોયા જેવી થઈ

Zainul Ansari

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!