GSTV

T-20 :  76 બોલમાં 172 રન ફટકારી આરોન ફિંચે રચ્યો ઇતિહાસ, તોડ્યો પોતાનો જ રેકોર્ડ

Last Updated on July 23, 2019 by Alap Ramani

ઑસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન આરોન ફિંચે ટી-20 ક્રિકેટમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. ઝિમ્બાબ્વે સામે રમાઇ રહેલી ત્રીજી ટી-20 મેચમાં ફિંચે ફક્ત 76 બોલમાં 172 રન ફટકાર્યા છે. ઉલ્લેખનીય છે કે ટી-20 ક્રિકેટમાં આ અત્યારસુધીનો કોઇપણ કાંગારૂ બેટ્સમેનનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે

આરોન ફિંચે પોતાની આ ધમાકેદાર ઇનિંગમાં 16 ફૉર અને 16 સિક્સર ફટકારી છે. ફિંચની આ શાનદાર સદીના કારણે ઝિમ્બાબ્વે સામે નિર્ધારિચ 20 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 229 રનનો ટાર્ગેટ એક મોટા પહાડ સમાન સાબિત થઇ રહ્યો છે.

ફિંચે આક્રામક બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેના બોલરો પર ક્રિઝ પર આવતાવેત હુમલો કર્યો. કાંગારૂ કેપ્ટને ફક્ત 22 બોલમાં છ ફૉર અને ત્રણ સિક્સર ફટકારતા અડધી સદી પૂરી કરી. તેવામાં 50 બોલ પર સદી પૂરી કરીને ટી-20માં બીજી સદી ફટકારી.

ટ્રાઇ સિરિઝમાં ઑસ્ટ્રેલિયાની કેપ્ટન્સી કરી રહેલા ફિંચે ઝિમ્બાબ્વે સામે 50 બોલમાં સદી ફટકારતા એક ખાસ યાદીમાં સ્થાન મેળવી લીધું છે. ફિંચે ટી-20 ક્રિકેટમાં બે સદી ફટકારનાર છઠ્ઠા બેટ્સમેન બની ગયાં છે. આમ કરનાર તેઓ ઑસ્ટ્રેલિયાના બીજા બેટ્સમેન છે. અગાઉ ગ્લેન મેક્સવેલ ટી-20માં બેવડી સદી ફટકારી ચુક્યા છે.

એરોન ફિંચના નામે ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર ઉભો કરવાનો રેકોર્ડ છે. ઇંગ્લેન્ડ સામે ફિંચે 2013માં 63 બોલમાં 156 રનની ઇનિંગ રની હતી. આ ઇનિંગંમાં તેમણે 11 ફોર એને 14 સિક્સર ફટકારી હતી.

Related posts

ફાયદાનો સોદો/FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

pratik shah

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!