GSTV

ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટ પીતા નજર આવ્યા એરોન ફિંચ, વીડિયો વાયરલ થતાં મચ્યો ચકચાર

Last Updated on October 19, 2020 by Ankita Trada

સામાન્ય રીતે ક્રિકેટર કે કોઈ રમતવીર ફિટનેસ પર અત્યંત ધ્યાન આપતા હોય છે અને તે માટે તેઓ કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેતા હોય છે. તેમ છતાં કેટલાક ક્રિકેટર એવા પણ છે જેઓ સિગારેટ પીતા હોય છે. જોકે, તેઓ મેદાન કે સ્ટેડિયમમાં આમ કરી શકતા નથી. આમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચ શનિવારની મેચ દરમિયાન ઇ-સિગારેટ પીતો પકડાઈ ગયો હતો.

એક વીડિયો સામે આવ્યો

હકીકતમાં તે ધુમાડા કાઢી રહ્યો હતો તેવો એક વીડિયો સામે આવ્યો છે. ટીમના ડ્રેસિંગ રૂમમાં એરોન ફિંચ ઇ-સિગારેટથી ધુમાડા કાઢી રહ્યો હતો અને અન્ય એક ખેલાડીને તેણે જાણે દરવાજા પાસે ધ્યાન રાખવા ઉભો રાખ્યો હોય તેમ જણાતું હતું. IPLમાં આ મેચ દરમિયાન છેલ્લા પાંચ બોલમાં બેંગલોરને આઠ રનની જરૂર હતી ત્યારે વાતાવરણ તંગ હતું અને આ તનાવભર્યા વાતાવરણમાં ફિંચને સિગારેટ પીતો કેમેરાએ કેદ કરી લીધો હતો. થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો.

મેદાન પર સિગારેટ પીવાની મંજૂરી નથી

જોકે IPLમાં આ પ્રથમ પ્રસંગ નથી જ્યારે કોઈ સિગારેટ પીતું પકડાઈ ગયું હોય. અગાઉ ઓસ્ટ્રેલિયાનો જ શેન વોર્ન રાજસ્થાન રોયલ્સ માટે રમતો હતો ત્યારે મેદાન પર જ સિગારેટ પીતો પકડાઈ ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં કે મેદાન પર સિગારેટ પીવાની મંજૂરી નથી. શેન વોર્ન ચેઇન સ્મોકિંગ માટે જાણીતો હતો અને તેની સામે પગલા પણ ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલકાતા નાઇટ રાઇડર્સની ફ્રેન્ચાઇઝીના માલિક શાહરુખ ખાનને પણ એક વાર સ્ટેડિયમમાં સિગારેટ પીતા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

થઇ જાઓ તૈયાર! 10 હજાર લોકોને નોકરી આપશે આ ડિજિટલ કંપની, જલ્દી શરૂ થશે હાયરિંગ

Bansari

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!