GSTV

એરોન ફિચે ભારત સામેની મેચના પ્રારંભમા જ આ સિદ્ધિ હાંસલ કરી, એક સાથે સર્જાયા બે યોગાનુયોગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે ક્રિકેટ સિરીઝનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. મેચ શરૂ થઈ અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે બેટિગનો પ્રારંભ કર્યો હતો. બંનેએ પહેલી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. ભારતના જસપ્રિત બુમરાહ સહિતના બહુ વખણાયેલા બોલિંગ આક્રમણને ફિંચ અને વોર્નરે સામાન્ય બનાવી દીઘું હતું. આ દરમિયાન છઠ્ઠી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 32 રન હતો ત્યારે એરોન ફિંચે તેની કારકિર્દીમાં એક યાદગાર સિદ્ધિ હાંસલ કરી હતી.

એરોન ફિંચે વન-ડે કરિયરની 126મી ઈનિંગ્સમાં કરિયરના 5000 રન પૂરા કર્યા

એરોન ફિંચ તેની વન-ડે કરિયરની 126મી ઇનિંગ્સ રમી રહ્યો હતો અને તે દરમિયાન તેણે કરિયરના 5000 રન પૂરા કર્યા હતા. આમ કરનારો તે ઓસ્ટ્રેલિયાનો 16મો બેટ્સમેન બન્યો હતો. જોકે તેણે માત્ર 126 ઇનિંગ્સમાં જ 5000 રન પૂરા કર્યા હતા અને તેમાં તે બીજા ક્રમે રહ્યો હતો. અગાઉ ડેવિડ વોર્નરે 115 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કર્યા હતા. આમ ડેવિડ વોર્નર બાદ ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી 5000 રન ફટકારવામાં ફિંચ બીજા સ્થાને આવી ગયું હતું.

ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી 5000 રન કરનારા મોખરાના બે બેટ્સમેન

આ દરમિયાન બે યોગાનુયોગ સર્જાયા હતા. પહેલો તો ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી 5000 રન કરનારા મોખરાના બે બેટ્સમેન શુક્રવારે સામસામે રમી રહ્યા હતા. ડેવિડ વોર્નર અને એરોન ફિંચ આ સમયે રમી રહ્યા હતા.

ફિંચે 128 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કરવાનો ડીન જોન્સનો રેકોર્ડ તોડ્યો

બીજો યોગાનુયોગ એ હતો કે ફિંચે 128 ઇનિંગ્સમાં 5000 રન પૂરા કરવાનો ડીન જોન્સનો રેકોર્ડ તોડ્યો હતો. ડીન જોન્સનું તાજેતરમાં જ નિધન થયું હતું અને આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ જોન્સને અંજલિ આપીને કાળી પટ્ટી બાંધીને રમી રહ્યા છે. આમ ફિંચ જે ખેલાડીને અંજલિ આપી રહ્યો છે તેના જ રેકોર્ડને તેણે વટાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!