GSTV
Cricket Sports Trending

આરંભ પ્રચંડ હૈ / ભારતીય મહિલા ટીમનો શ્રીલંકા સામે ટી-20 શ્રેણીમાં આસાન વિજય, બીજી મેચ આ તારીખે રમાશે

ભારત અને શ્રીલંકા મહિલા ટીમ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિગ કરતા 138 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઉતરેલી યજમાની ટીમ 104 રન જ કરી શકી હતી પરિણામે ભારતીય મહિલા ટીમે જીતથી શરૂઆત કરી હતી. નોંધનીય છે કે, બીજી મેચ 25 જૂને રમાશે.

ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 138 રન બનાવ્યા હતા જેમાં સૌથી વધુ રોડ્રિગ્સે 36 રન બનાવ્યા હતા જે બાદ શેફાલી વર્માએ 31 રન કર્યા હતા જ્યારે શ્રીલંકાની તરફથી રણવીરાએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી.

વર્લ્ડ કપ પછી પ્રથમ મેચ
મહિલા ODI વર્લ્ડ કપ 2022માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય મહિલા ટીમની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ ઉપરાંત સિનિયર ખેલાડી મિતાલી રાજની નિવૃત્તિ બાદ ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી. મિતાલીએ 8 જૂને 23 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી અલવિદા કહી દીધું હતું.

READ ALSO:

Related posts

દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ

GSTV Web Desk

નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ

Zainul Ansari

LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર

GSTV Web Desk
GSTV