ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. ત્યારે AAPના પણ મોટા નેતાઓ ગુજરાતમાં આંટાફેરા મારીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે મહેસાણા ખાતે AAPના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા મહેસાણામાં રોડ શો યોજી લોકોનો અભિવાદ ઝીલ્યો હતો.

રામજી મંદિર દર્શન કાર્ય બાદ તોરણવાળી માતા સુધી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સિસોદિયાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત મોટા પરિવર્તન માટે તૈયાર છે. પરિવર્તન માત્ર નેતાઓ કે પાર્ટીઓ માટે નહીં પણ હોસ્પિટલમાં, શાળાઓમાં પરિવર્તન માગી રહ્યું છે.
27 વર્ષથી જે BJPએ પરિવર્તન નથી કર્યું એ પરિવર્તન અરવિંદ કેજરીવાલ કરશે. જેથી લોકો માટે સારી હોસ્પિટલ બની શકે, બાળકો માટે સારી સ્કૂલો બની શકે, તેમજ મોંઘવારી પર કામ કરી શકે તે માટે સરકાર બનશે.’
READ ALSO
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ
- આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત
- ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો