GSTV

હિંસાને ધ્યાને રાખી આપના તાહિર હુસૈનનું ઘર સીલ કરાયું, બહારના કોઈ વ્યક્તિની નો એન્ટ્રી

દિલ્હી હિંસા

રાજધાની દિલ્હીના નેહરૂ વિહારથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ તાહિર હુસૈનના ચાંદબાગ સ્થિત આવેલા ઘરને દિલ્હી પોલીસે સીલ કરી દીધું છે. હવે તાહિરના ઘરમાં બહારનું કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. જણાવી દઈએ કે, તાહિર હુસૈન પર આઈબીના કર્મચારીની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે.

જો કે, મીડિયા સાથેની વાતચીતમાં તાહિરે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં તેને મોહરૂ બનાવવામાં આવે છે. ભીડ દરવાજો તોડી તેમના ઘરમાં ઘૂસી હતી અને છત પર જઈ પથ્થરમારો કર્યો હતો. તેણે આ હિંસામાં ક્યાંય પણ પોતાની સંડોવણી ન હોવાની વાત કહી હતી.

આપને જણાવી દઈએ કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને 36 થઇ ગયો છે. દિલ્હીના શાહદરાના જગ પ્રવેશ ચંદર હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. જ્યારે કે 250થી વધુ ઘાયલોનો દિલ્હીની જીટીબી અને એલએનજેપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

READ ALSO

Related posts

લોકડાઉન : ખાનગી ટ્રેનમાં ફરી બૂકિંગ કરાયું બંધ, આ તારીખે ફરી બુકિંગ શરૂ થશે

Nilesh Jethva

Video: ‘હલકટ જવાની’ પર કરીનાના સેક્સી મૂવ્સ, જોતા રહી જશો લાગે છે એટલી હૉટ

Bansari

કોરોના જંગમાં ડોક્ટરની ભૂમિકામાં પરત ફર્યા આ દેશના વડાપ્રધાન, કોરોના સંક્રમિતોની કરશે સારવાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!