પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજ્ય ગૃહમંત્રીએ આપેલા નિવેદન સામે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પલટવાર કર્યો હતો. આ માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે પોલીસ ગ્રેડ-પેની ફાઈલો ઓક્ટોબર 2021 થી અલગ અલગ મંત્રાલયમાં ફરી રહી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલના માત્ર એક નિવેદનથી ભાજપના નેતાઓ હરકતમાં આવ્યા હતા અને ગ્રેડ-પે ના મુદ્દાને લઈ બેઠકો શરૂ કરી દીધી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરા પહેલા કરાયેલી જાહેરાતના સામે પણ ગોપાલ ઇટાલીયાએ આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસે માત્ર સામાન કાઢવાની દુકાન ખોલી બેઠી છે. જેટલો સામાન નીકળી જાય એટલો તેવા પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે.

ગૃહમંત્રીએ પોલીસ ગ્રેડ પે પર આપેલ નિવેદન અંગે આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે,અરવિંદ કેજરીવાલ ના નિવેદન બાદ ગૃહમંત્રીએ નિવેદન કર્યું છે.ઓક્ટોબર 2021 થી 2022 ઓગસ્ટ સુધી હમણાં સુધીની ફાઈલો ડિપાર્ટમેન્ટ માં ફરતી રહી હતી.અરવિંદ કેજરીવાલ ના નિવેદન બાદ ભાજપને બ્રહ્મજ્ઞાન આવ્યું છે.પોલીસને જો ન્યાય મળતો હોય તો ભાજપને અભિનંદન છે.પોલીસ પરિવારોને જો ન્યાય મળે તો અમે રાજનીતિ કરવા માંગતા નથી.
અરવિંદ કેજરીવાલ ના માત્ર એક નિવેદનથી ભાજપના લોકો દોડતા થયા છે. પોલીસ ના જે માણસોએ આંદોલન માં યોગદાન આપ્યું તે બદલ આભાર વ્યક્ત કરીએ છે.પોલીસની માંગણી વ્યાજબી હતી,જે પોલીસવાળાઓ ની બદલી કરવામાં આવી તે બદલી પરત ખેંચવામાં આવે.નીલમ મકવાણા ને ન્યાય મળે તે માટે પ્રયાસ કરવા જોઈએ.
અરવિંદ કેજરીવાલના નિવેદન બાદ કોંગ્રેસે દુકાનમાં રહેલ સામાન બહાર કાઢવાની શરૂવાત કરી. સામાન ખાલી કરવા કોંગ્રેસ દ્વારા જાહેરાત શરૂ કરવામાં આવી.આજે કોંગ્રેસે જાહેરાત કરી ખેડૂતોને 10 કલાક વીજળી ફ્રિ આપશે,તો તેની શરૂવાત રાજસ્થાનથી થવી જોઈએ.અરવિંદ કેજરીવાલ બોલે છે તે 100 ટકા કરી બતાવે છે..કોંગ્રેસે માત્ર સામાન કાઢવાની દુકાન ખોલી છે.ગુજરાત માં માત્ર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટકરર થવાની છે,જેમાં પ્રજાના વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી વધુ મજબૂતાઈથી આગળ વધી રહી છે..
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી