GSTV
Ahmedabad Botad ગુજરાત ટોપ સ્ટોરી

કેમિકલ કાંડ/ બોટાદ ડિસ્ટ્રીક કોર્ટ બહાર આપનો વિરોધ, સમીર પટેલને ફાંસીની સજા ફટકારવાની કરી માંગ

સમીર

ગુજરાતના ચકચારી કેમીકલ કાંડમાં એમોસ કંપનીના મેનેજીગ ડાયરેક્ટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેક્ટર દ્વારા બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જે અંગે શનિવારે સુનવણી કરવામાં આવશે. સરકારી ખાસ વકીલ ઉત્પલ દવે જુનિયર વકીલો સાથે બોટાદ કોર્ટ ખાતે પહોંચ્યા છે. Amos કંપનીના વકીલો પણ બોટાદ કોર્ટ ખાતે પહોંચ્યા છે. પોલીસ દ્વારા આજે સોગંધનામું રજૂ કરાશે. ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કોર્ટે ખાતે પહોંચી છે. આ મામલે સુનાવણી થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધ શરૂ કરી દીધો છે. આગોતરા જામીન અરજી ના મજૂરની માંગ સાથે સમીર પટેલને ફાંસીની સજા ની માંગ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે.

  • બોટાદ ડિસ્ટ્રીક કોર્ટ બહાર આપનો વિરોધ.
  • Amos કંપનીના સમીર પટેલ સહિત પાંચ લોકોએ બોટાદ સેસન્સ કોર્ટ માં આગોતરા જામીન ની કરી હતી અરજી
  • અરજી ને લઇ આજે છે હિયરિંગ
  • સુનવણી પહેલા આમ આદમી પાર્ટી આવી વિરોધમાં
  • આગોતરા જામીન અરજી ના મંજૂરની માંગ સાથે સમીર પટેલને ફાંસીની સજા ની માંગ સાથે કર્યો વિરોધ
સમીર

સમીર પટેલ સહિત ચાર ડાયરેકટરોને આગોતરા આપવા હાઇકોર્ટનો ઇનકાર

રાજયમાં ખળભળાટ મચાવનારા કેમીકલ લઠ્ઠાકાંડમાં એમોસ કંપનીના આરોપી ડાયરેકટર સમીર નલીનભાઇ પટેલ સહિતના ચારેય ડાયરેકટરોને આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે આજે સાફ ઇન્કાર કરી દીધો હતો. આરોપી સમીર પટેલ, ચંદુભાઇ પટેલ, પંકજ પટેલ અને રજીત ચોકસીની આગોતરા જામીન અરજી હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયર્લે ફગાવી દેવાનું વલણ અપનાવતાં તમામ આરોપીઓને પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. આરોપીઓ ધરપકડથી બચવા સીધા હાઇકોર્ટમાં આવ્યા હતા પરંતુ તેમની આ પ્રયુકિત સફળ રહી ન હતી.

સેશન્સ કોર્ટમાં અરજી કરવા મંજૂરી આપી : આરોપીઓની અરજી પર સાત દિવસમાં નિર્ણય લેવા નીચલી કોર્ટને નિર્દેશ

હાઇકોર્ટે આરોપીઓને સેશન્સ કોર્ટમાં અરજી કરવાની મંજૂરી આપી હતી અને સેશન્સ કોર્ટને આરોપીઓની આગોતરા જામીન અરજી પર સાત દિવસમાં નિર્ણય આપવા તાકીદ કરી હતી. ચકચારભર્યા લઠ્ઠાકાંડ કેસમાં ૫૦થી વધુ નિર્દોષ લોકોના મોતને લઇ ધંધુકા-બરવાળા પોલીસ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને આ પ્રકરણમાં એમોસ કંપનીના ડાયરેકટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેકટરોને સમન્સ જારી કરવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી. બીજબાજુ, આરોપી સમીર પટેલ, ચંદુભાઇ પટેલ, પંકજ પટેલ અને રજીત ચોકસીએ સીધી જ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી ફાઇલ કરી હતી. જેને લઇ જસ્ટિસ નિખિલ કેરિયલે આજે આરોપીઓના વર્તન પરત્વે ભારે નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે પૃચ્છા કરી હતી કે, તમારી પાસે એવા કયા અસાધારણ સંજોગો છે કે તમે આગોતરા જામીન મેળવવા સીધા હાઇકોર્ટમાં આવ્યા..? કે જયારે તમારે પહેલાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવી પડે..તેથી આરોપીઓએ બચાવ કર્યો હતો કે, આ કેસમાં અમારી પર મીડિયા રિપોર્ટસ અને પોલીસનું એટલું બધુ દબાણ છે કે, અમને નીચલી કોર્ટમાંથી ન્યાય મળવા અંગે શંકા છે અને તેથી અમે હાઇકોર્ટમાં આવ્યા છીએ. જો કે, તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, આ પ્રકારે તમે સીધા હાઇકોર્ટમાં આગોતરા જામીન કરી આવી શકો નહી.

લોકઅદાલત

જસ્ટિસ નિખિલ કેરિયલે આરોપી ડાયરેકટર સમીર પટેલ સહિતના ચારેય ડાયરેકટર આરોપીઓને આગોતરા જામીન આપવાનો હાલના તબક્કે સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં તમામને પોતાની અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી. હવે તમામ આરોપીઓને સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવી પડશે.

નોકર ગુનો કરે તો તમે જવાબદારીમાંથી છટકી શકો…?

લઠ્ઠાકાંડ કેસમાં સમીર પટેલ સહિતના આરોપીઓની આગોતરા જામીન અરજીની સુનાવણી દરમ્યાન આરોપીઓએ બચાવ કર્યો હતો કે, આ ગુનામાં તેઓની કોઇ જવાબદારી બનતી નથી, તેમનો કર્મચારી મિથેનોલ ચોરી કરીને લઇ ગયો હતો. જેથી જસ્ટિસ નિખિલ કેરિયલે બહુ માર્મિક ટકોર કરી હતી કે, તમારી પાસે બંદૂકનું લાયસન્સ હોય અને નોકરનામુ કરીને બંદૂક નોકરને આપો અને એ કોઇ ગુનો કરે તો શું તમે જવાબદારીમાંથી છટકી શકો…?? બિલકુલ નહી. નોકરે કરેલા ખોટા કામ માટે તમે પણ એટલા જ જવાબદાર ઠરો. મિથેનોલના લાયસન્સ માટે એટલા માટે તો આટલી આકરી શરતો રાખવામાં આવતી હોય છે, જેની પણ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

READ ALSO

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV