આમ આદમી પાર્ટીના પ્રમખ ઇસુદાન ગઢવીએ રાજય સરકારને આડે હાથ લીધી હતી…ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વિજળી મળે એ માટે સૂર્યોદય યોજના આવી હતી..પરંતુ ચૂંટણી પહેલા ભાજપના આગેવાનોએ આ યોજના થકી ખેડૂતોને ભરમાવ્યા હતા..ખેડૂતોના મત મેળવી ભાજપે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હતો.ખેડૂતોનું રાત્રે પાણી વાળવા સમયે ઠંડીથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે.સૌરાષ્ટ્ર અને મોડાસામાં 2 ખેડૂતના ઠંડીથી મોત થયા છે..

- ભ્રષ્ટ ભાજપ ધીરે ધીરે ખેડૂતોને માયકાંગલા બનાવી રહીં છે
- ખેડૂતોની ખેતી બરબાદ કરી ખેતી ઉદ્યોગપતિઓને આપી દેવા ભાજપનું ષડયંત્ર
- કિસાન સૂર્યોદય યોજના શરૂ થયા બાદ પણ ખેડૂતોને દિવસે વીજળી નથી મળી રહીં
- જો ભાજપ સૂર્યોદય યોજના હેઠળ દિવસે વિજળી ક્યારે મળશે તે જાહેર નહીં કરે તો આંદોલન કરીશું
- ખેડૂતોના બોર ઉપર પણ મીટરો લગાવવાનું શરૂ કરી દિધુ છે..
ઉલ્લેખનીય છે કે, આજે એક બાજુ રાજ્યમાં કડકડતી ટાઢ પડી રહી છે જેના પગલે જનજીવનને પણ અસર થઈ રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લામાંથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. માલપુરના વિરણીયા ગામના ખેડૂત દંપતી ગત રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતાં જ્યારે ખેતરમાંથી વહેલી સવારે ઘરે પરત આવ્યા બાદ ખેડૂતનું મોત નીપજ્યું છે જેના પગલે પરિવારમાં અણધાર્યો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે બીજી તરફ ખેડૂત નું મોત થતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડુતોમા તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા સૂર્યોદય યોજના શરૂ કરાઈ છે તેમ છંતા ઠંડીની સિઝનમાં વીજ કંપનીઓ દિવસે ખેડૂતોની સિચાઈના પાણી માટે વીજળી નથી અપાતી પરિણામે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે, દિવસે વીજળી આપે જેનથી રાત્રે પાણી વાળવા ના જવું પડે…
READ ALSO
- ન્યાયના દેવતા શનિદેવ શુભ હોય છે તો આવા શુભ સંકેતો આપે, વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે ક્ષણવારમાં
- Google પરના રૂ.1337 કરોડના દંડને NCLATએ યોગ્ય ઠેરવ્યો, 30 દિવસની અંદર દંડની રકમ જમા કરાવવા આદેશ
- ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યા હોવાના ખોટા સ્ક્રીન શોટ બતાવીને છેતરપીંડી કરતો આરોપી ઝડપાયો
- મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાગના ઝાડમાંથી બનશે રામ મંદિરના દરવાજા, પૂજા બાદ લાકડાનો જથ્થો અયોધ્યા રવાના
- “સનાતન ધર્મને કોઇ સર્ટિફિકેટની જરૂર નથી”: RSS પ્રમુખ મોહન ભાગવત