GSTV
India News ટોપ સ્ટોરી

એક ટકા કમિશનની માંગણી ભારે પડી! પંજાબ પોલીસની એન્ટી કરપ્શન વિંગે AAPના પૂર્વ મંત્રી સિંગલાની કરી ધરપકડ, પક્ષમાંથી પણ થશે વિદાય

પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા ડૉ. વિજય સિંગલાને કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. વિજય સિંગલા આરોગ્ય વિભાગમાં દરેક કામ અને ટેન્ડર માટે 1% કમિશન માંગી રહ્યા હતા. તેની ફરિયાદ સીએમ ભગવંત માન સુધી પહોંચી હતી. તેમણે ગુપ્ત રીતે તપાસ કરાવી. અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ મંત્રી સિંગલાને બોલાવવામાં આવ્યા હતા. મંત્રીએ ભૂલ સ્વીકારી લેતાં તેમની પાસેથી રાજીનામું લઈ લેવાયું હતું.

આ પછી મંત્રી વિરુદ્ધ કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસની એન્ટી કરપ્શન વિંગે સિંગલાની ધરપકડ કરી છે. હવે સિંગલાને આમ આદમી પાર્ટીમાંથી રવાના કરવાની તૈયારી કરાઈ રહી છે. પંજાબ AAPના પ્રવક્તા માલવિંદર કાંગે કહ્યું કે કલંકિત લોકોને આમ આદમી પાર્ટીમાં કોઈ સ્થાન નથી. હાલમાં મંત્રી રહેલા સિંગલા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

સીએમ માને આખી વાત જણાવી

સીએમ ભગવંત માને કહ્યું, ‘મારા ધ્યાન પર એક કેસ આવ્યો. આમાં મારી સરકારના એક મંત્રી જે તે વિભાગના દરેક ટેન્ડર કે ખરીદ-વેચાણમાં એક ટકા કમિશન માગતા હતા. આ કેસ વિશે માત્ર હું જ જાણું છું. વિરોધ પક્ષો અને મીડિયાને આ વાતની જાણ નથી. જો હું ઈચ્છતો હોત તો આ કેસને દબાવી શક્યો હોત, પરંતુ તેનાથી લોકોનો વિશ્વાસ તૂટી ગયો હોત. હું તે મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેની સામે ગુનો નોંધવા માટે પોલીસને આદેશ આપવામાં આવ્યો છે.

અગાઉના મુખ્યમંત્રીએ તેમના મંત્રીઓ-ધારાસભ્યોના ભ્રષ્ટાચાર પર કોઈ પગલાં લીધા ન હતા.


માને કહ્યું કે વિરોધ પક્ષો કહેશે કે બે મહિનામાં મારી સરકારના એક મંત્રી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જોવા મળ્યા. હું કહેવા માંગુ છું કે મેં પણ કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે જૂના સીએમને પણ ખબર હતી કે ગેરકાયદેસર રેતી ખનનમાં કોણ સામેલ છે? તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મંત્રીને બરતરફ કરવાની સાથે હું તેમની સામે કેસ પણ નોંધી રહ્યો છું.

સિંગલાને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માંગ

બરતરફ કરાયેલા મંત્રી ડો.વિજય સિંગલાને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિનેશ ચઢ્ઢા અને અનમોલ ગગન માને આની તરફેણ કરી છે. ધારાસભ્ય ચઢ્ઢાએ કહ્યું કે જ્યારે તેમને કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારે તેમને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ. તેમણે કહ્યું કે પાર્ટી ચોક્કસપણે આમાં અનુશાસનાત્મક કાર્યવાહી કરશે.

કલંકિત લોકોની પાર્ટીમાં કોઈ સ્થાન નથી: AAP પ્રવક્તા

આમ આદમી પાર્ટી પંજાબના મુખ્ય પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે કહ્યું કે વિજય સિંગલાએ ટેન્ડરમાં 1% કમિશનની માંગણી કરી હતી. તેની ફરિયાદ સીએમ માન સુધી પહોંચી હતી. પાર્ટીમાંથી હાંકી કાઢવાના મુદ્દે કાંગે કહ્યું કે કલંકિત લોકોને આમ આદમી પાર્ટીમાં કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે કલંકિત લોકોને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah

વડની ડાળીએ લટકવાનું કામ વાંદરાઓનું છે, ગૃહમંત્રીનું નથી : ગોપાલ ઈટાલિયાનું આકરું રીએક્શન

pratikshah
GSTV