GSTV

કોંગ્રેસનો અસ્ત પણ આપનો ઉદય : ભાજપે કોફિનમાં છેલ્લો ખીલો ઠોક્યો પણ ‘ આમ આદમી પાર્ટી ‘ આંખમાં કણાની જેમ ખૂંચતી રહેશે

ગુજરાતના રાજકારણમાં આજે નવા સમીકરણો રચાયા છે. જેમાં કોંગ્રેસનો રકાસ અને આપના ઉદયનો છે. આજના પરિણામોએ ગુજરાતના રાજકારણની તાસિર બદલી કાઢી છે. અમદાવામાં ઔવીસીની પાર્ટીની તો સુરતમાં આપની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસની ગુજરાતમાં પડતી શરૂ થઈ હોય તેમ ભારે શરમજનક હાર થઈ છે. હવે સ્થિતિઓ બદલાઈ છે. આવતા રવિવારે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લાપંચાયત અને નગર પાલિકાની ચૂંટણી છે. આ પહેલાં આપ સ્થિતિમાં ફેરફાર કરવા માગે છે. કોંગ્રેસનો અસ્ત થઈ ગયો હોય તેમ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 50 સીટો પણ આવી નથી.

આ ચૂંટણીએ સુરતમાં કોંગ્રેસનું રીતસર નામું નાંખી દીધું છે અને કોંગ્રેસને 26 વર્ષ પાછળ ધકેલી દીધી છે. અગાઉ સુરતમાં કોંગ્રેસની આટલી કારમી સ્થિતિ 1995ની મ્યુનિ. ચૂંટણીમાં થઈ હતી જ્યારે બાબરી મસ્જિદના જવરને પગલે કોંગ્રેસને 99માંથી એકેય બેઠક મળી નહોતી. તે ચૂંટણીમાં ભાજપનો 98 બેઠક પર વિજય થયો હતો અને બાકીની એક બેઠક પણ અપક્ષના ફાળે ગઈ હતી. 2000ની મ્યુનિ. ચૂંટણીમાં ભાજપ સામે અસંતોષ હોવા છતાં કોંગ્રેસ નિષ્ફળ રહી, 23 ઉમેદવારોના તો ફોર્મ રદ થયા હતા.

સુરતમાં 26મીએ કેજરીવાલનો રોડ શો યોજી શકે છે. રોડ શો બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફેરફારો થઈ શકે છે. કોંગ્રેસ 26 વર્ષ પાછી ધકેલાઈ ગઈ છે. સુરતમાં કોંગ્રેસ 1995માં પણ મ્યુનિ. ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નહોતી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો (પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે.

1995ની ચૂંટણીમાં કરુણ રકાસ થયો તે પછી વર્ષ 2000, 2005, 2010 અને છેલ્લે 2015ની 4 મ્યુનિ. ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસને દેખાવ સુધારવાની તક હતી. તેમાં પણ 2000ની ચૂંટણીમાં તો ભાજપ પ્રત્યે ભારોભાર નારાજગી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂંક કરીને સુરતમાં પાટીદારોમાં ભાજપ પ્રત્યેના આક્રોશને એનકેશ કરવાનો વ્યૂહ સદંતર નિષ્ફળ રહ્યો હતો. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરતમાં આવશે. આપને મળેલી ભવ્ય સફળતા બાદ તેઓ અભિવાદન માટે સુરત પહોંચશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા છે.

સુરતમાં પાલિકાની ચૂંટણીમાં ગાંધી એન્જીનિયરીંગ કોલેજ બહાર ભાજપની ઉજવણી દરમિયાન ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. ભાજપ નેતાએ વિજ્યોત્સવ દરમ્યાન નોટવર્ષા કરી હતી. ભાજપની પેનલની જીત થતાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, લોકોએ નોટો લેવા પડા પડી કરી હતી.

READ ALSO

Related posts

બંગાળ : 5 રાજ્યોમાં સૌની નજર આ રાજ્ય પર રહેશે : આટલા તબક્કામાં યોજાશે અહીં મતદાન, ભાજપનું સૌથી મોટું લક્ષ્ય

Karan

સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ

Pravin Makwana

આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!