GSTV
India News Trending

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

કેજરીવાલ

ભારતીય ચૂંટણી પંચ તરફથી આમ આદમી પાર્ટીને સારા સમાચાર મળ્યા છે. ચૂંટણી પંચે પાર્ટીને ગોવા (Goa)માં પણ ‘રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત પાર્ટી’નો દરજ્જો આપી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી પોતાના સમર્થકોને આ માહિતી આપી છે. આ સાથે જ તેમણે કહ્યું હતુ કે, જો અમે બીજા એક રાજ્યમાં માન્યતા પ્રાપ્ત કરીશું, તો અમે સત્તાવાર રીતે ‘રાષ્ટ્રીય પાર્ટી’ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ તરફથી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ગોવા વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મત પ્રદર્શનની સમીક્ષાના આધારે એવું જોવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટી વર્તમાનમાં દિલ્હી અને પંજાબમાં એક રજીસ્ટ્રર્ડ પાર્ટી છે. તેની પાસે પોતાના અનામત પ્રતીક તરીકે ઝાડુ છે. તે ગોવામાં રાજ્ય પાર્ટી તરીકે માન્યતા મેળવવા માટે ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) ઓર્ડર, 1968ના પેરા 6Aમાં નિર્ધારિત શરતોને પૂર્ણ કરે છે.

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV