GSTV
Home » News » આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

આમ આદમી પાર્ટી (આપ) વિધાનસભ્ય અસંતુષ્ટ અલાકા લાંબાએ આગામી વર્ષે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. ચાંદની ચોકના ઉમેદવાર લાંબાએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતુ કે “2013 માં આપ સાથે મારી મુસાફરી શરૂ થઈ હતી, જે 2020 માં સમાપ્ત થશે.

પાર્ટીના સમર્પિત ક્રાંતિકારી જમીની કાર્યકર્તા સાથે મારી શુભકામનાઓ હંમેશાં રહેશે. આશા છે કે આપ દિલ્હીમાં મજબૂત પસંદગી કરશે. છેલ્લા 6 વર્ષ યાદગાર રહ્યા અને આપ તરફથી ઘણું શીખવા મળ્યું છે,આભાર. ‘ જો કે, તેમણે એવું નથી કહ્યું કે તેઓ આગામી વર્ષે કે પછીના દિલ્હીમાં યોજાવાની વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષ છોડી દેશે.

પાર્ટીના નેતૃત્વ સાથે અલકા લાંબાનો સંબંધ સારો ચાલી નથી રહ્યો. શનિવારે ધારાસભ્યએ પક્ષના કોઓર્ડિનેટર અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય રાજધાનીની તમામ સાત બેઠકોની હારની જવાબદારી અંગે જવાબની માંગ કરી હતી, જેના પછી તેમને પક્ષના ધારાસભ્યોએ વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કેવી રીતે ભણશે ગુજરાત : વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત, શિક્ષક દારૂના નશામાં મસ્ત

Nilesh Jethva

વોર ફિલ્મની સફળતા બાદ ઋત્વિક રોશન દેખાશે આ ફિલ્મની સિક્વલમાં

Dharika Jansari

દિવાળી બોનસનો ઉપયોગ કરો અહીં, થશે મોટો ફાયદો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!